April 24, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય મંત્રી મંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્‍યવસાયના ખાનગીકરણને આપેલી મંજૂરી

  • વિદ્યુત વિભાગના ખાનગીકરણ માટે છેવટે મંત્રી મંડળે પણ મારેલી મહોર : ખાનગીકરણની પ્રક્રિયાથી દાનહ અને દમણ-દીવના 1.45 લાખથી વધુ ગ્રાહકોને વધુ સારી સેવાઓના ઇચ્‍છિત પરિણામોને પરિપૂર્ણ કરવાની આશા

  • એક જ વિતરણ કંપની એટલે કે, દાનહ અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રિબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડને સંપૂર્ણ માલિકીની સરકારી કંપની તરીકે સામેલ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી,તા.24
કેન્‍દ્રીય મંત્રીમંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્‍યવસાયના ખાનગીકરણને મંજૂરી આપી દીધીછે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ વ્‍યવસાયનું ખાનગીકરણ કરવા માટે કંપની (વિશેષ હેતુ વાહન)ની રચનાને મંજૂરી આપી છે. નવી બનેલી કંપનીના ઇક્‍વિટી શેરની સૌથી વધુ બોલી લગાવનારને અને કર્મચારીઓની જવાબદારીઓ પૂરી કરવા માટે ટ્રસ્‍ટ(ઓ)ની રચના કરવામાં આવી છે.
ઉક્‍ત ખાનગીકરણ પ્રક્રિયા દાનહ અને દમણ-દીવના 1.45 લાખથી વધુ ગ્રાહકોને વધુ સારી સેવાઓના ઇચ્‍છિત પરિણામોને પરિપૂર્ણ કરશે, ઓપરેશનલ સુધારણાઓ અને વિતરણમાં કાર્યાત્‍મક કાર્યક્ષમતા અને સમગ્ર દેશમાં અન્‍ય ઉપયોગિતાઓ દ્વારા અનુકરણ માટે એક મોડેલ પ્રદાન કરશે. આનાથી સ્‍પર્ધામાં વધારો થશે અને વીજળી ઉદ્યોગને મજબૂતી મળશે અને અપ્રાપ્‍ય લેણાંની વસૂલાત પણ થશે.
મે 2020 માં, ભારત સરકારે માળખાકીય સુધારા દ્વારા ભારતને આત્‍મનિર્ભર બનાવવા માટે ‘આત્‍મનિર્ભર ભારત અભિયાન’ની જાહેરાત કરી હતી. વિજળી વિતરણમાં ખાનગી ક્ષેત્રની કાર્યક્ષમતાનો લાભલેવા માટે, વીજ વિતરણ ઉપયોગિતાઓના ખાનગીકરણ દ્વારા કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં વીજ વિતરણ અને છૂટક પુરવઠામાં સુધારો કરવાનું આયોજન કરાયેલા મુખ્‍ય પગલાંઓમાંનું એક હતું.
એક જ વિતરણ કંપની એટલે કે, દાનહ અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રિબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડને સંપૂર્ણ માલિકીની સરકારી કંપની તરીકે સામેલ કરવામાં આવશે અને નવી બનેલી કંપનીમાં ટ્રાન્‍સફર કરાયેલા કર્મચારીઓના ટર્મિનલ લાભોનું સંચાલન કરવા માટે ટ્રસ્‍ટ(ઓ)ની રચના કરવામાં આવશે.
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વીજળી (પુનઃસંગઠન અને સુધારા) ટ્રાન્‍સફર સ્‍કીમ, 2020 મુજબ નવી બનેલી કંપનીમાં સંપત્તિ, જવાબદારીઓ, કર્મચારીઓ વગેરે ટ્રાન્‍સફર કરવામાં આવશે.

Related posts

ઉદયમાન સૂર્યને અર્ઘ્‍ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્‍થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

vartmanpravah

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

મહેતા હોસ્‍પિટલ ખાતે પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment