October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની

  • મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથાના પાંચમા દિવસે ઉત્‍સાહભેર ગણેશ પ્રાગટયની કરવામાં આવેલી ઉજવણી

  • આજે બાર જ્‍યોર્તિંલિંગની કથા-દર્શનનો લ્‍હાવો શ્રોતાઓને મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24
મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથાના પાંચમા દિવસે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલ જાનીએદાનની ગુપ્તતાનો મહિમા વર્ણવતા જણાવ્‍યું હતું કે, ‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” અને દાન કરવું હોય તો કોઈને પુછીને નહીં કરવું પરંતુ પોતાના આત્‍માના અવાજ અનુસાર દાન કરવું જોઈએ.
આજે કથા સ્‍થળે દમણ તથા આજુબાજુ વિસ્‍તારના સુપ્રસિદ્ધ કર્મકાંડી ભૂદેવ નાની દમણના ભીમપોરના રહેવાસી શ્રી ચેતન પંડિત તથા તેમની ટીમનું વ્‍યાસપીઠ ઉપરથી અભિવાદન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ડાભેલના યુવા નેતા શ્રી મયંક પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા
હતા.
આજે શિવ કથા દરમિયાન શ્રી ગણેશજીના જન્‍મોત્‍સવને પણ રંગેચંગે મનાવવામાં આવ્‍યો હતો. આવતી કાલે કથાના છઠ્ઠા દિવસે બાર જ્‍યોર્તિલિંગની કથા દર્શન કરાવાશે.

Related posts

ઉમરગામ ભાજપા સંગઠનના તાલુકા અને પાલિકાના પ્રમુખોની વરણી માટેની હાથ ધરવામાં આવેલી સેન્‍સ પ્રક્રિયા

vartmanpravah

ઈન્‍ચાર્જ જિલ્લા કલેકટર અનુસૂયા ઝા ના અધ્‍યક્ષસ્‍થાને મોકડ્રીલના આયોજન અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

વાપી એમ એન મહેતા જનસેવા હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કરાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

વલસાડના વૃદ્ધોને હવે વિના મુલ્‍યે રોજીંદી દવા મળી રહેશે

vartmanpravah

Leave a Comment