Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘વિશ્વ આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે કાઢેલી વિશાળ બાઈક-કાર રેલીઃ જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરાવેલું પ્રસ્‍થાન

‘વિશ્વ આદિવાસી દિવસ’ 9મી ઓગસ્‍ટે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવાનો સંદેશ આપવા બાઈક-કાર રેલીનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : 9મી ઓગસ્‍ટે યોજાનારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં આજે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા વિશાળ બાઈક-કાર રેલીનું આયોજન કર્યું હતું.
મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ લીલી ઝંડી બતાવી બાઈક-કાર રેલીનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. ભગવાન બિરસા મુંડાના રથ સાથે 450 કરતા વધુ બાઈક-કાર રેલી દમણ જિલ્લાનાદરેક ગામ અને શેરીઓમાં ફરી 9મી ઓગસ્‍ટના રોજ નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે યોજાનારા સમારંભમાં ઉપસ્‍થિત રહેવા પોતાના બાંધવો અને ભગિનીઓને આમંત્રણ આપ્‍યું હતું. આ પ્રસંગે પ્રસ્‍થાનના સમયે ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દમણ જિલલા આદિવાસી સમાજના અધ્‍યક્ષ શ્રી ધીરૂભાઈ ધોડીના નેતૃત્‍વમાં જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી, શ્રી ભાવિક હળપતિ, શ્રી વિક્રમ હળપતિ વગેરેએ પોતાનું મહત્‍વનું યોગદાન આપ્‍યું હતું.

Related posts

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઝળહળતા સિતારા તરીકે ઉભરેલા અનંત પટેલ

vartmanpravah

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

vartmanpravah

ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં હજારો હેક્‍ટર પાક ધોવાણ બાદ સહાય જાહેરાતથી ખેડૂતોમાં ખુશી : માર્ગદર્શન અને ફોર્મના ફાંફા

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં ટ્રેડ લાયસન્‍સ પોલીસી લાગુ કરવા સામાજીક કાર્યકર્તા સુધીર રમણ પાઠકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં શિષ્‍યવૃત્તિ માટે ઈ-કેવાયસીના તઘલખી નિર્ણયથી વાલીઓ-વિદ્યાર્થીઓ કંટાળી ગયા, શિષ્‍યવૃત્તિ ટાળવા લાચાર

vartmanpravah

Leave a Comment