(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16
દાદરા નગર હવેલી પરિવહન વિભાગ અનુસૂચિત જાતિ – જનજાતિ તથા અન્ય પછાત વર્ગ અને અલ્પસંખ્યક નાણાંકિય અને વિકાસ નિગમ સેલવાસ અને જયકોર્પ લીમીટેડના સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત આર.ટી.ઓ. કચેરી અથાલ ખાતે હેવી મોટર વાહન ટ્રેનિંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન આર.ડી.સી.ની અધ્યક્ષતામાં આયોજીત કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમો મુખ્ય ઉદેશ જયકોર્પના માધ્યમથી એલએમવી કૌશલ સંવર્ધન નિઃશુલ્ક ટ્રેનિંગ 100 આદિવાસી ઉમેદવારો માટે શરૂઆત કરવામાં આવી છે. જેમાં સીંદોની, માંદોની, ખેરડી, ખાનવેલ, દૂધની, રાંધા, કીલવણી, ગલોન્ડા અને આંબોલી ગામમાં રહેતા લોકોને પરિવહન વિભાગ દ્વારા અધિકૃત ટ્રેનિંગ એજન્સી દ્વારા 20 દિવસીય ટ્રેનિંગ આપવામાં આવશે. દાનહના આર.ડી.સી. શ્રીમતી ચાર્મી પારેખે ઉપસ્થિત ટ્રેનિંગ લેનાર ઉમેદવારોને એચએમવી ટ્રેનિંગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને સીએસઆર પરિયોજનાની દિશામાં જયકોર્પ લિમિટેડના પ્રયાસોની સરાહના કરી હતી. આ અવસરે આરડીસી અનેએસસી/એસટી/ઓબીસી/ અલ્પસંખ્યક નાણાંકિય અને વિકાસ નિગમ દાનહના મહાપ્રબંધક શ્રીમતી ચાર્મી પારેખ, જયકોર્પ સીએસઆર હેડ ડો. આર.બી.સિલ્કે, આરટીઓ વિભાગના સહાયક નિરીક્ષક શ્રી કંવલજીતસિંહ ચૌહાણ, શ્રી અભિનવ પટેલ અને સીએસઆર મેનેજર શ્રી રાહુલ અહિરે સહિત ટ્રેંનિગમાં ભાગ લેનાર ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.