October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી સ્‍થિત સેન્‍ટ જોસેફ ઉચ્‍ચત્તર/માધ્‍યમિક શાળામાં ધોરણ-1 થી 5 નાના ભૂલકાઓનું ફરીથી આગમન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
વાપી તાલુકાના કરવડ ખાતે આવેલા સેંટ જોસેફ અંગ્રેજી માધ્‍યમ શાળામાં લગભગ બે વર્ષ પછી બાળકોનું શાળામાં પ્રત્‍યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે.
આ પ્રસંગો શાળામાં આવનાર દરેક બાળકને કુમકુમ તિલક અને ચોકલેટ આપી શાળાના મુખ્‍ય ટ્રસ્‍ટી મેડમ આની આલ્‍ફાન્‍સો, ડાયરેક્‍ટર શ્રી એ.ટી. વોહરા, પ્રિન્‍સીપાલ શ્રી અનિલ આલ્‍ફાન્‍સો અને શિક્ષકો તરફથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. શાળાના તમામ બાળકોના મુખ પર સ્‍મિત તથા અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ મહામારીની પ્રથમ, દ્વિતીય લહેર બાદ હાલમાં જ પ્રત્‍યક્ષ શિક્ષણ શાળામાં કરવામાંઆવ્‍યું છે. આ અગાઉ શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ બાળકોને ભણાવવામાં આવ્‍યું હતું. તારીખ 25 નવેમ્‍બર 2021ના ગુરૂવારના રોજથી સરકારની ગાઈડ-લાઈન મુજબ શિક્ષણ કાર્ય શરૂ.

Related posts

દાનહના વાસોણામાં ડી.જે.ના સામાન ચોરીના ગુનામાં બે આરોપીની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં તા.14 અને 15 ના રોજ વાર્ષિકોત્‍સવ ધામધૂમથી ઉજવાશે

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

Leave a Comment