October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા રથયાત્રા જે ભગવાન જગન્નાથ મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સંકળાયેલ હિંદુ તહેવાર છે જે અષાઢ સુદ બીજના દિવસે ખૂબ જ ધૂમધામ પૂર્વક ઉજવવામાં આવે છે. ત્‍યારે ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઈ શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધો. 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધો 1 થી 5 અને 7 માં ડ્રોઈંગ સ્‍પર્ધા તેમજ ધોરણ 6 અને 8 માટે ક્રાફટ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરેક સ્‍પર્ધામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લઈ સરસ મજાના મોટાભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથના ચિત્રો બનાવ્‍યા હતા.
સ્‍પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીયઅને તૃતીય ક્રમાંક આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. જેમાં ધો.1 માં હયા જે ચૌધરી, ધો. 2 માં જય સી ખોખર, ધો.3 માં જાનવી એચ ચાવડા, ધો.4 માં નિધિ એ. ચોચા, ધો.પ માં કૌશલ કે. ભંડેરી, ધો.6 માં ખુશી જે પરમાર ધો.7 માં ખુશ જે સિદ્ધપુરા, ધો. 8 માં મહેક એન પોપાણિયાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા સ્‍પર્ધામાં વિજેતા થયેલ આ સર્વે વિદ્યાર્થીઓને મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, તમામ ટ્રસ્‍ટીગણ, ડિરેક્‍ટર ડૉ.શૈલેષ લુહાર, એડમીન ડિરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય ચંદ્રવદન પટેલ અને તમામ શિક્ષકગણો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં સોમવારે મળસ્‍કે વાંકલમાં ઝાડ સાથે 108 ભટકાઈ : તેમજ વિરવલમાં ટામેટાની ટ્રકે પલટી મારી

vartmanpravah

માતો ઠપકો આપતા વાપી નૂતનનગર મુરલીધર સોસાયટીમાં રહેતો 15 વર્ષિય કિશોર ઘરેથી ચાલી ગયો

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment