January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવાપીસેલવાસ

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

ચારની ધરપકડ : ચાર વોન્‍ટેડ જાહેર કરી પોલીસે 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27
કપરાડા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કપરાડા જામગભાણ ત્રણ રસ્‍તા નજીક એક પીકઅપ જીપનું ચેકીંગ કરી નાસિક લઈ જવાઈ રહેલા બે વાછરડી અને બે ગાયોને ઉગારી લીધા હતા. કાર્યવાહીમાં ચાર ઈસમોની ધરપકડ કરી હતી તેમજ ચાર વોન્‍ટેડ જાહેર કરી પોલીસે મોબાઈલ પીકઅપ સહિત 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો જાણવા મળ્‍યા મુજબ ગતરોજ મંગળવારે કપરાડા પોલીસ નાસિક રોડ ઉપર પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કપરાડા જામગભાણ ત્રણ રસ્‍તા પાસે નાસિક તરફ જઈ રહેલ પીકઅપ જીપ નં.એમએચ 21 બીએચ 4983ને અટકાવી ચેકીંગ કર્યું હતું. જેમાં પીકઅપમાં ઠાંસીને ક્રુરતા પૂર્વક બે ગાય અને બે વાછરડી ભરેલી મળી આવી હતી. પોલીસે ચાલક પાસે પાસ પરમીટ માંગતા અધિકૃત પુરાવા પેપર રજૂ નહીંકરેલા તેથી ચાલક રવિ ગંગારામ પ્રધાન રહે.નાસિક, સુરેશ શેરાવત રહે.જાલના, બાઈક નં.જીજે 15 બીપી 9867 ઉપર પેટ્રોલીંગ કરી રહેલ શેર મહંમદ ઉર્ફે શેર મોહંમદ મકરાણી રહે.નાનાપોંઢા, રાજુ ઉર્ફે રવિ કુરેશી રહે.પંચવટી મળી કુલ ચાર આરોપીની અટક કરાઈ હતી તેમજ ગાયો ભરાવનાર અને મંગાવનાર ચારને વોન્‍ટેડ જાહેર કરી પોલીસે મોબાઈલ પીકઅપ સહિત 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related posts

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ચીખલીમાં બિરસા આર્મી દ્વારા વિશાળ રેલી યોજી વિવિધ માંગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

vartmanpravah

વાપી ડુંગરાના પીરમોરામાં રૂા.4.40 કરોડના ખર્ચે તળાવ વિકસાવવાના કામનું ખાતમુહૂર્ત કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયપુરમાં આશરે રૂ. 7500 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

વાપી જીઆઈડીસી ચણોદ કોલોનીના નાકે જાહેર રોડની ખુલ્લી ગટરમાં બાઈક ચાલક યુવાન ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment