Vartman Pravah
Breaking Newsવાપી

વાપી જી.આઈ.ડી.સી. ફેઈઝ-2 બિલખાડી ઉપર બની રહેલ પુલની કામગીરીના વિલંબને લઈ હાડમારી

3.42 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ ટુ-લાઈન પુલની દોઢ વર્ષથી કામગીરી ચાલે છે પણ હજુ પરિણામ ઠેર ના ઠેર
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઈઝ વિસ્‍તાર વાપી પેપર મિલથી થર્ડ ફેઈઝ જતા રોડ ઉપર ગાયત્રી પેપર મિલ પાસેથી વહેતી બિલખાડી ઉપર તંત્ર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી પુલ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી રોડ બંધ રાખવામાં આવ્‍યો છે. પરિણામે અનેક કોમર્શિયલ વાહનોને થર્ડ ફેઈઝ મેઈન રોડનો મોટો ચકરાવો બાદ માટી નિયત સ્‍થળે પહોંચાડવું પડે છે. પરિણામે સેંકડો વાહન ચાલકો અને અવર-જવર કરતા લોકો દોઢ વર્ષથી આ સમસ્‍યાનો ભોગ બની રહ્યા છે.
વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઈઝમાં હુબર કંપનીથી આગળ જતા રોડ ઉપર બિલખાડી પસાર થાય છે. પહેલા અહીં સિંગલ પુલ હતો તેથી ટ્રાફીકની સમસ્‍યા રહેતી હતી. તેથી તે પુલ પાડીને જી.આઈ.ડી.સી. દ્વારા 3.42 કરોડના ખર્ચે નવિન બે લાઈનનો પુલ બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. દોઢ-એક વર્ષથી ચાલતી કામગીરીને લઈને આ વિસ્‍તારની કનેક્‍ટીવીટી તૂટી પડી છે. હજુ સુધી પુલનો એક પિલ્લર પણ બનાવાયો નથી. બન્ને તરફ આવેલ કંપનીઓને પાર્કીંગ માટે રોડ વપરાશ થઈ રહ્યો છે. પરંતુ કોમર્શિયલ વાહનોને થર્ડ-ફેઈઝ વિસ્‍તાર પહોંચવું હોય તો લાંબો બે થી ત્રણ કિ.મી.નો ચક્કર કાપવો પડે છે. અધિકારીઓ ઢીલી કામગીરી ને કોરોનાની બીજી લહેર અને ચોમાસા જેવી સ્‍થિતિ હોવાથી કામગીરી ધીમી પડી છે તેવું જણાવી રહ્યો છે.

Related posts

કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં ધોળે દિવસે ચોરી

vartmanpravah

દમણ પોલીસે લૂંટના ગુનામાં બે આરોપી સહિત કબ્‍જે કરેલો મુદ્દામાલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

vartmanpravah

રોટરી ક્‍લબ દાનહના પ્રેસિડન્‍ટ અને સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah

Leave a Comment