Vartman Pravah
Breaking Newsસેલવાસ

સમગ્ર શિક્ષા દાદરા નગર હવેલી દ્વારા સમાવેશી શિક્ષા અંતર્ગત એન્‍વાયરમેંટ બિલ્‍ડીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25
સમગ્ર શિક્ષા દાદરા નગર હવેલી દ્વારા સરકારી હાઇસ્‍કુલ ઈંગ્‍લીશ મીડીયમ ટોકારખાડામા વિશિષ્ટ આવશ્‍યકતાવાળા બાળકો અને એમના વાલીઓ માટે એનવાયરમેંટ બિલ્‍ડીંગ પ્રોગ્રામનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેનો ઉદેશ્‍ય વિશેષ આવશ્‍યકતાવાળા બાળકોને સમગ્ર શિક્ષાથી મળનાર પ્રાવધાનો અંગે અવગતકરાવવું અને દિવ્‍યાંગતાની ઓળખ કેવી રીતે કરવી કાર્યક્રમનો શુભારંભ સહાયક રાજ્‍ય પરિયોજના નિર્દેશક સમગ્ર શિક્ષા શ્રી પરિતોષ શુક્‍લા અને શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો.
કાર્યક્રમના મુખ્‍ય વક્‍તા ડીડીઆરસી અધીક્ષક ડો.જ્‍યોતિર્મયે દિવ્‍યાંગતાની ઓળખ જલ્‍દીથી જલ્‍દી કેવી રીતે કરી શકાય અને ડીડીઆરસીમા ઉપલબ્‍ધ સેવાઓ અંગે વિસ્‍તળત જાણકારી આપી હતી. શ્રી રાજેન્‍દ્ર મોહિલેએ વિશિષ્ટ આવશ્‍યકતાવાળા બાળકોને સમગ્ર શિક્ષા દ્વારા મળતા પ્રાવધાનો અંગે અવગત કર્યા હતા. આ કાર્યક્રમમાં વાલીઓ અને શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

vartmanpravah

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

vartmanpravah

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા યોજાઈ વિશેષ મહિલા ગ્રામસભાઃ મોદી સરકારે પ્રદેશમાં રહેતા તમામ લોકોનું સલામત બનાવેલું ભવિષ્‍ય

vartmanpravah

Leave a Comment