(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.28: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નગરપાલિકા કાઉન્સિલર હોલ ખાતે આજે દીવના પાંચ સ્થળોએ પે પાર્કિંગ માટે જાહેર હરાજી કરવામાં આવી હતી. દીવમાં આવેલ નવા ફોરેન માર્કેટની સામે પાર્કિંગ જેટી જે આશરે 3180 ચોરસ મીટર છે તેને હરાજી માટે 77 880 રાખવામાં આવી હતી, જે 2,02000 રૂપિયામાં સોલંકી રાહુલકુમારને મળેલ, બીજી હરાજી દીવ કિલ્લા પાસે આશરે 11,00 ચો.મી ખૂલ્લી જગ્યાની થઈ. જેનો ભાવ 73,920 રૂપિયા રાખવામાં આવ્યા હતા. જે 78,000 માં વાજા રીકેશ મહેન્દ્રને મળ્યું હતું, ત્રીજી હરાજી સમર હાઉસ, દીવથી પ્રવેગ બીચ રિસોર્ટ પાસેથી આરકેસી સાઈડ, ચક્રતીર્થ, ખૂખરી પાર્કિંગ સહિતના સ્થળોએ આશરે 7,986 ચોરસ મીટર છે, જેની બોલી 79,200 થી બોલવામાં આવી હતી. જે 195000 હજારમાં કેતન રમેશ બારીયાને મળેલ ચોથી હરાજી ગંગેશ્વર મંદિર પાસેની જગ્યાની થઈ. જે આશરે 2646 ચોરસ મીટર છે, તેની હરાજી 73,920 મા હરાજીથી ચાલુ કરવામાં આવી. જે 1,53,000 માં મહેશ, ભારતી, યોગેશ ભારતીને મળેલ, પાંચમી હરાજી હાયર સેકન્ડરી સ્કૂલ દીવ જુનાફિશ માર્કેટ પાસે, બસ સ્ટેન્ડ પાસે, વગેરેમાં આશરે 5,640 ચોરસ મીટરના રૂા1,16,600 રાખવામાં આવી હતી. જે દિવ્યેશકુમાર વાલજીને રૂા.1,20,000 માં મળ્યુ હતું. આ રીતે આજની હરાજીમાં નગરપાલિકાને ભરખમ પે પાર્કિંગની બોલીમાં વધારો મળતા નગરપાલિકાના ઇન્કમમાં વધારો થશે. આ દરેક રકમ પ્રતિ માહ માટે હરાજી કરવામાં આવી છે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, એડીએમ ડો.વિવેક કુમાર કાઉન્સિલરો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજની આ હરાજીમાં કોઈપણ રાજનેતા અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના સગા સંબંધીઓને ફોર્મ ભરવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી.