લોકસભાના દંડક તથા વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે પણ
લીધેલી મુલાકાત
કંપનીના માલિકો અને સંચાલકો તેમજ રાજકીય આગેવાનો સહિતના મુલાકાતીઓનો જોવા મળી રહેલો ઘસારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત એક્ષ્પોનું રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈએ મોટી સંખ્યામાં ઉપસ્થિત અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનોની હાજરી વચ્ચે ઉદ્ઘાટન કર્યું હતું. ઉમરગામ તાલુકાના ઈતિહાસમાં પ્રથમ વખત યોજાઈરહેલો એક્ષ્પોનું આકર્ષણ માત્ર સ્થાનિક ઉદ્યોગપતિઓમાં જ નહીં પરંતુ નજીકના રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતની ઔદ્યોગિક વસાહતમા કાર્યરત એકમોના માલિક અને સંચાલકોમાં પણ જોવા મળી રહ્યો છે. આજરોજ વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, ડો. અલી ઈરાની, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા અને મુંબઈના પ્રતિષ્ઠિત રાજકીય આગેવાનશ્રી પ્રશાંતભાઈ કારૂલકરે આજરોજ એક્ષ્પોની મુલાકાત કરી તમામ સ્ટોલ પર પ્રદર્શન માટે મૂકવામાં આવેલી પ્રોડક્ટોનું નિરીક્ષણ કર્યું હતું અને એક્ષ્પોના આયોજકો યુઆઇએના પ્રમુખશ્રી નરેશભાઈ બંથીયા અને એમની સમસ્ત ટીમની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન યુઆઈએના પ્રમુખશ્રી નરેશભાઈ બંથીયા, ઉપપ્રમુખશ્રી ભગવાનભાઈ ભરવાડ, પૂર્વ પ્રમુખશ્રી જીગ્નેશભાઈ બારી, સેક્રેટરીશ્રી તાહીરભાઈ વોરા, ખજાનચીશ્રી આશિષભાઈ શાહ તેમજ એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર શ્રી કેતનભાઈ પંચાલ સહિત એમની ટીમ ઉપસ્થિત રહી હતી.