August 1, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

વલસાડઃ તા. ૩૦: વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ તેમને મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્‍લાના જિલ્લા/ તાલુકા સેવાસદનમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, વલસાડ, તથા જિલ્‍લાના તમામ તાલુકા સેવાસદનની બહાર કે જિલ્‍લા/ તાલુકા સેવાસદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજ્‍યાના વિસ્‍તારમાં તાત્‍કાલિક અસરથી તા.૦૯/૧૨/૨૦૨૧ સુધી અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે કોઇપણ વ્‍યકિતઓ/ વ્‍યકિતઓને એકી સાથે કોઇપણ જગ્‍યાએ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હળતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવી વ્‍યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્‍યકિતઓને, લગ્નના વરઘોડા, સ્‍મશાનયાત્રા અને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલી પરવાનગી તેમજ સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનના કિસ્‍સામાં લાગુ પડશે નહીં.

Related posts

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

વાપી તાલુકામાં ત્રણ પી.એચ.સી. ખાતે ટેલી હેલ્‍થ સેન્‍ટરનું ઉદ્‌ઘાટનઃ છીરી, કરવડ અનેડુંગરા ખાતે ટેલી કન્‍સલ્‍ટન્‍ટસીની સેવાઓ ઉપલબ્‍ધ બનશે

vartmanpravah

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપીની હરિયા હોસ્‍પિટલમાં બ્રેઈનડેડ દર્દીના પાંચ અંગ દાન કરાયાઃ પાંચ લોકોને મળશે જીવનદાન

vartmanpravah

સેલવાસના એવરેસ્‍ટ ગાર્ડન બંગલાના પ્‍લોટ પરથી પાઇપની ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

છેલ્લા ચોવિસ કલાક દરમિયાન દાદરા નગર હવેલીના સેલવાસમાં 1.35 ઈંચ જ્‍યારે ખાનવેલમાં એક ઈંચ જેટલો વરસેલો વરસાદ

vartmanpravah

Leave a Comment