December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

વાપીની હરિયા હોસ્‍પિટલમાં બ્રેઈનડેડ દર્દીના પાંચ અંગ દાન કરાયાઃ પાંચ લોકોને મળશે જીવનદાન

વાપીથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર કરી 3 અમદાવાદમાં ર નવસારી હોસ્‍પિટલમાં અંગો ખસેડાયા : પપ વર્ષના મુરલી નાયર દર્દી બ્રેઈનડેડ થયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03
વાપીની હરિયા એલ.જી.રોટરી હોસ્‍પિટલમાં શનિવારે વધુ એક અંગદાન કરવામાં આવ્‍યું હતું. પપ વર્ષિય મુરલી નાયરનું સારવારમાં મૃત્‍યુ થતા પરિવારજનો દ્વારા જરૂરીયાતવાળા પાંચ દર્દીને આંખો, લીવર તથા કીડનીની દાન કરવામાં આવ્‍યું હતું. આ અંગે હોસ્‍પિટલથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર પોલીસે કરી આપતા 3 અંગ અમદાવાદ અને ર અંગ નવસારી હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલ પાંચ દર્દીઓને જીવતદાન મળ્‍યું છે.
વાપીમાં રહેતા મુરલી નાયરને બ્રેઇન સ્‍ટોક હરીયા રોટરી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. છ દિવસની સારવાર બાદ તેઓ બ્રેઈન સ્‍ટોકમાંથી બહાર આવી શક્‍યા નહોતા. ત્‍યારે તેમના કિડની, લીવર જેવા અંગો સલામત હતા. ત્‍યારે તબીબોએ પરિવારજનોને અંગદાન કરવાની વાત કરી તેથી નાયર પરિવારે સંમંતિ આપતા હોસ્‍પિટલ દ્વારા પાંચ અંગોનું દાન આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
અમદાવાદ જાયડસ હોસ્‍પિટલમાં દર્દીઓને કીડની અને નવસારીના દર્દીઓને આંખોનું દાન અપાશે. રોડ માર્ગે પોલીસ દ્વારા તૈયાર કરાયેલ ગ્રીન કોરીડોર થકી ચાર કલાકમાં અંગો અમદાવાદ મોકલવાયા હતા. હરીયા રોટરી હોસ્‍પિટલને સરકાર માન્‍ય નેશનલ ઓર્ગન રીટ્રેવલ સેન્‍ટ્રલ તરીકે માન્‍યતા મળેલ છે. હોસ્‍પિટલ દ્વારા આ બીજુ અંગદાન કરવામાં આવ્‍યું હતું. અગાઉ ભાનુશાલી પરિવારે કર્યુહતું.

Related posts

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

vartmanpravah

દાનહના ટોકરખાડા સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ

vartmanpravah

વાપીમાં આજે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

vartmanpravah

Leave a Comment