October 15, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસના એવરેસ્‍ટ ગાર્ડન બંગલાના પ્‍લોટ પરથી પાઇપની ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીની પોલીસે કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.29 : એવરેસ્‍ટ ગાર્ડન બંગલો, સેલવાસના પ્‍લોટ પરથી જીઆઈ પાઇપ 270કિલોની ચોરી થઈ હતી. આ બનાવ અંગે ગત તા.25મી ડિસેમ્‍બર, 2022ના રોજ ધવલસિંહ જેમલસિંહ ગોહિલ રહેવાસી સેલવાસનાએ ફરિયાદ નોંધાવી હતી. સેલવાસ પોલીસે આઇપીસીની ધારા 379, 411, 34 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્‍યાન આરોપી અફજલ અલી મોહમ્‍મદ ઈલિયાસ ગઢી (ઉ.વ.24) રફી મોહમ્‍મદ શાહ મોહમ્‍મદ ચૌધરી (ઉ.વ.31) રહેવાસી ભુરકુંડ ફળિયા સેલવાસ જેઓની 26 ડિસેમ્‍બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ પાસેથી ચોરીનો સામાન અને ઉપયોગમાં લેવામાં આવેલ ટેમ્‍પો નંબર ડીએન-09 કે-9652 જપ્ત કરવામાં આવ્‍યો હતો. આરોપીએ જે વ્‍યક્‍તિને સામાન વેચ્‍યો હતો તે સફીક અહમદ જહીર અહમદ શેખ (ઉ.વ.35) રહેવાસી બાવીસા ફળિયા સેલવાસ, જેની પણ 28 ડિસેમ્‍બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આગળની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્‍કાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment