Vartman Pravah
Breaking Newsઉમરગામવલસાડ

ઉમરગામ તાલુકામાં કોવિડ-૧૯ મેગાડ્રાઇવ અભિયાનનેᅠસુંદર પ્રતિસાદ: સાંજે ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૧૭,૧૪૦ વ્‍યક્‍તિઓનું રસીકરણ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07-12-2021

વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ખૂબ જ સુંદર અને સુચારૂ રીતે ચાલી રહયું છે. જેમાં ઉમરગામ તાલુકાના ૧૮ વર્ષથી વધુ વયના બાકી રહેલા પ્રથમ ડોઝના બાકી લાભાર્થીઓ તેમજ જેમનો બીજા ડોઝનો સમય પૂર્ણ થયો હોવા છતાં કોરોનાની રસીથી વંચિત રહયા હોય તેમના માટે તા.૦૭/૧૨/૨૦૨૧ના રોજ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્‍યતંત્ર દ્વારા કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ ઉમરગામ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન ને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્‍યો છે. જે અંતર્ગત આજે સાંજના ૪-૦૦ વાગ્‍યા સુધીમાં જિલ્લાની કુલ ૭૦ સેશન સાઇટો ઉપર ૧૭,૧૪૦ વ્‍યક્‍તિઓએ રસીકરણનો લાભ લીધો હતો. આ મહા અભિયાનને સફળ બનાવવામાં પ્રાથમિક શિક્ષણ, આઇ.સી.ડી.એસ., પંચાયત તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનો અમૂલ્‍ય સહયોગ પ્રાપ્‍ત થયો છે.

ઉમરગામ તાલુકામાં ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં હોય તેમાં નોકરી કરતા કર્મચારીઓ, નોકરી-ધંધા અર્થે આવેલા પરપ્રાંતિયો તેમજ સ્‍થાનિક લોકોએ કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવમા ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.

વલસાડ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ૨સીકરણ કામગીરીમાં વધારો જોવા મળી રહયો છે. વધુમાં વધુ પાત્રતા ધરાવતાં વ્‍યક્‍તિઓને રસીક૨ણનો લાભ આપી કોરોના વાઇ૨સનાં સંક્રમણથી બચાવવા કોવિડ – ૧૯ રસીકરણનો પ્રચાર  પ્રસાર, ગૃહ મુલાકાત થકી લોકોમાં રસીકરણ પ્રત્‍યે જનજાગૃતિ કેળવી કામગીરી વધા૨વા માટેના તમામ પ્રયત્‍નો હાથ ધરવામાં આવી રહયા હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

ચૂંટણીમાં હારી ગયાની અદાવત રાખી વટારમાં ચાર ઈસમોએ લાકડા અને ઢીક્કામુક્કીનો માર મારતા એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment