(વર્તમાન પ્રવાહ, ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24:
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા નાની દમણ મોડર્ન સ્કૂલમાં સુશાસન દિવસના ઉપલક્ષમાં સ્વ. અટલ બિહારી વાજપેયીના વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. શાળાના પ્રિન્સિપલને સ્વ. અટલ બિહારી વાજપેયીના જીવન પર બનેલી પુસ્તક જનનાયક અટલજી દમણ જીલ્લા અધ્યક્ષ શ્રી અસ્પીદમણીયાજીએ ભેટ કરી અને અનુરોધ કર્યો કે, આ પુસ્તક લાઈબ્રેરીમાં મૂકવામાં આવે અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો કે, અટલજીના જીવન પર બનેલી પુસ્તક વાંચે અને જીવનમાં ઉતારે. જેનાથી અટલજીના ચરિત્ર અને દેશના માટે તેમની ભકિત વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ પાડે.
આ અવસરે મહામંત્રી વાસુભાઈ પટેલ, ભાજપા દમણ જીલ્લા અધ્યક્ષ શ્રી અસ્પી દમણીયા, ડીએમસી અધ્યક્ષા અને નેશનલ એકસએસીટીવે મેમ્બર મહિલા મોરચા શ્રીમતી સોનલબેન પટેલ, ડીએમસી કાઉન્સિલર જસવિંદર કૌર, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી દિપાલી શાહ, દમણ જીલ્લા ભાજપા ઉપાધ્યક્ષ રૂક્ષ્મણીબેન ભાનુશાલી, વાઈસ પ્રેસિડેન્ટ વિજેતા શર્મા, કોષાધ્યક્ષ અમિતા દેસાઈ, સંયુકત કોષાધ્યક્ષ તૃપ્તિ પટેલ, ભાજપા પ્રદેશ મહિલા મોરચાના સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.