January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્‍યુટી સરપંચ સત્તારૂઢ થયાં

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટાયેલાં સરપંચોએ કમૂરતાને લીધે ચાર્જ સંભાળ્‍યો ન હતો. ઉતરાયણ બાદ કમૂરતા ઉતરતાં જ શુભ-નવા કામોની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે કપરાડા તાલુકામાં સરપંચોએ શનિવારે જ સમર્થકો સાથે ગ્રામ પંચાયતમાં જઈને હોદ્દો ગ્રહણ કર્યો હતો.
કપરાડા તાલુકાના સુખાલા ગ્રામ પંચાયતના સરપંચ ચાર્જ ઉપરાંત ડેપ્‍યુટી સરપંચની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં અધિકારી તરીકે કપરાડા તાલુકા પંચાયતના આંકડા મદદનીશ અધિકારી પ્રવિણભાઈ માહલા હાજર રહ્યા હતા. તલાટી કમ મંત્રી ગોપાલભાઈ સરનાયક સરકારના નિયમો મુજબ સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્‍યાં સરપંચ તરીકે શંકરભાઈ પટેલ તેમજ સુનિલભાઈ જાદવ ડેપ્‍યુટી સરપંચ તરીકે તેમની ટીમે સત્તાની ધુરા સંભાળી છે. સુખાલા ગ્રામ પંચાયતના 10 વોર્ડના સભ્‍યોમાંથી 9 સભ્‍યો હાજર રહ્યા હતા. 1 વોર્ડના સભ્‍ય સભામાં મોડા પહોંચ્‍યા હતા. ગ્રામજનોએ સરપંચ શ્રી શંકરભાઈ પટેલ અને ડેપ્‍યુટી સરપંચનું સન્નમાન કરવામાં આવ્‍યું હતું.
ગામના સરપંચ શંકરભાઈ પટેલે જણાવ્‍યું કે, ગ્રામજનોએ મને સરપંચ તરીકે પસંદગી કરી છે જે ઋણ અદા કરવાની ખાત્રી આપી છે. ગામના લોકો માટે વિકાસના કામો સાથે દરેક વ્‍યક્‍તિનેન્‍યાય મળે અને ગામમાં કંઈપણ ખોટું ચલાવી લેવામાં આવશે નહિ જેની ચોક્કસ ખાતરી આપી છે. આવનારા દિવસોમાં ગામના વિકાસ માટે તમામને સાથે રાખીને તૈયારી બતાવી છે. પ્રકાશભાઈ પટેલ દ્વારા આભાર સાથે ચૂંટાયેલા સરપંચ અને વોર્ડના સભ્‍યોનું સંન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં માજી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ પટેલ ગામના અગ્રણી આગેવાનો યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

vartmanpravah

ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્‍ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો

vartmanpravah

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આણંદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી નેતૃત્‍વ અને પ્રબંધન વિકાસની તાલીમ

vartmanpravah

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

દાનહમાં બે જુથ વચ્‍ચે જુની અદાવતને લઇ થયેલ ગેંગવોર બાદ પોલીસે દાખલ કર્યો ક્રોસ કેસ

vartmanpravah

Leave a Comment