વાપીની આઈ.જી.સી.એલ. કંપનીના યશસ્વી વર્ષની ઉજવણી અંતર્ગત વાપી પધારેલા કેન્દ્રિય મંત્રી : રાતા પાંજરાપોળનીપણ મુલાકાત લીધી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: કેન્દ્રિય પશુપાલન અને મસ્ત્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલા આજે વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા હતા. વાપીની જાણીતી કંપની આઈ.જી.સી.એલ.એ યશસ્વી 50 વર્ષ પૂર્ણ કર્યા તે બદલની ઉજવણીમાં ભાગ લેવા મંત્રીશ્રી રૂપાલાજી વાપી પધાર્યા હતા.
વાપી જી.આઈ.ડી.સી. પ્લોટ નં.1/એ માં કાર્યરત ઈન્ડિયા જીલેટીન એન્ડ કેમિકલ લી. દ્વારા ઉજવાયેલ સુવર્ણ જયંતિ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે પશુપાલન, મસ્ત્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી ભારત સરકારના પુરુષોત્તમ રૂપાલા પધાર્યા હતા. આ ઔપચારિક મુલાકાતમાં તેઓએ વાપી સાથેના અનેક જુના સંસ્મરણો તાજા કર્યા હતા. વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ આર્થિક સેલ સંયોજક મહેશ ભટ્ટ, ઝેડ.આર.યુ.સી.સી. મેમ્બર અંબાલાલ બાબરીયા, ભાજપ મહામંત્રી સુધીર સાવલીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વાપી પધારેલા મંત્રીશ્રીને શ્રી અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત રાતા પાંજરાપોળમાં પધારવા ટ્રસ્ટીશ્રી દેવેન્દ્ર જૈનએ આપેલ આમંત્રણનો સહર્ષ સ્વિકાર કરી પાંજરાપોળની બપોરે 4:00 કલાકે મુલાકાત લીધી હતી.