Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે શુક્રવારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં હાલમાં 03 સક્રિય કેસ છે. અત્‍યાર સુધીમાં 5916 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે, અને ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 181 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 02 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજનના 226 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાં એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો નથી. દાદરા નગર હવેલીમાં હાલમાં 1 કન્‍ટાઈન્‍મેન્‍ટ ઝોન નક્કી કરાયો છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી અને અને સબ સેન્‍ટરો પર કોરોના વેક્‍સિનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 3290 લોકોને વેક્‍સિન આપવામાં આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 3,99,098 અને બીજો ડોઝ 24,0589 વ્‍યક્‍તિઓને આપવામાં આવતા કુલ 6,39,687 લોકોને વેક્‍સિન આપવામાં આવી છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા રાષ્‍ટ્ર નિર્માતા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલે જયંતિની ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહન જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

Leave a Comment