September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

છેલ્લા એક મહિનાથી દિપડો વારંવાર દેખાતો રહ્યો છે : અગાઉ એક દિપડો પાંજરે પુરાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: પારડીના ડુમલાવ-પરીયા વિસ્‍તારમાં ઘણા સમયથી દિપડાનો રંજાડ થઈ રહ્યો છે. ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયેલો રહ્યો છે. ગતરાતે દિપડાએ બકરાનુ મારણ કરતા ફરી વધુ ભય ફેલાઈ રહ્યો છે. જંગલ વિભાગે પાંજરુ ગોઠવ્‍યું હતું તેમાં એક દિપડો દશ દિવસ પહેલાં પુરાયો હતો હજુ પણ દિપડો દેખાતો રહ્યો છે.
પરીયા-ડુમલાવ વિસ્‍તારમાં વારંવાર દિપડો આવતો રહ્યો છે. રવિવારે રાતે સોમાભાઈ બાબરભાઈ આહિરના વાડામાં આવી દિપડાએ બકરાનું મારણ કર્યું હતું. સરપંચ પ્રકાશભાઈ પટેલએ ફરીથી વન વિભાગનું ધ્‍યાન દોર્યું હતું. અગાઉ દશ દિવસ પહેલા એક દિપડો પાંજરે પુરાયો હતો. ગ્રામજનોનું કહેવું છે કે બે થી ત્રણ દિપડા ફરી રહ્યા છે.

Related posts

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ

vartmanpravah

ચીખલી રાનકુવાની એક સોસાયટીમાં રાત્રે દીપડો આંટાફેરા કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચીખલી તાલુકાના ગામોમાં મોટી સંખ્યામાં લોકો સ્વચ્છતા અભિયાનમાં જાડાયા

vartmanpravah

કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધીનો રસ્‍તો આગામી 13મી ઓક્‍ટોબર સુધી વન-વે જાહેર

vartmanpravah

માહ્યાવંશી પ્રિમીયર લીગમાં એન્‍જલ ઈલેવન ચેમ્‍પિયન : સનાયા ઈલેવન રનર્સઅપ

vartmanpravah

Leave a Comment