(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાનહ પ્રશાસનના અનાજ પુરવઠા વિતરણ વિભાગ દ્વારા હાલમાં કોરોના મહામારીને ધ્યાનમા લઈ રાશનકાર્ડ ધારકોને અલગ અલગ શાળાઓમા અનાજ વિતરણ કરવામા આવતુ હતુ. એની જગ્યાએ હવે સેલવાસ શહેરી વિસ્તારના લોકો માટે પુરવઠા વિતરણ વિભાગની કચેરી ખાતેથી જ બાયોમેટ્રિક મશીન પર કાર્ડધારકનો થમ્બ લઇ વ્યક્તિ દીઠ 3.9 કિલો ચોખા અને 1.9 કિલો ઘઉંનુ મફત વિતરણ કરવામા આવ્યું હતું.
જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લાભાર્થીઓ કોવીડ-19ના નિયમોનું પાલન કરી સોશિયલ ડીસ્ટન્સ સાથે અનાજ વિતરણનો લાભ લીધો હતો.
