January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

  • દમણવાડાની ફૂલવાડી ખાતેની આંગણવાડી(નંદઘર)માં કુપોષિત બાળકો અને તેમની માતા, સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાએ કરેલી ચર્ચા-વિચારણાં

  • કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહન, બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા અને સરપંચ મુકેશ ગોસાવીની રહેલી ઉપસ્‍થિતિ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાંથી બાળકોના કુપોષણને નેસ્‍તનાબૂદ કરવા અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પૌષ્‍ટિક આહાર મળી રહે તેની વ્‍યવસ્‍થા કરવા અને પ્રત્‍યક્ષ રીતે સહભાગી બનવા આપેલા નિર્દેશના પગલે આજે સંઘપ્રદેશના નાણાં સચિવ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત તથા પ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભાએ દમણવાડાનીફૂલવાડી ખાતે આવેલ નંદઘરની મુલાકાત લઈ માતાઓ સાથે રૂબરૂ મનન-મંથન કર્યું હતું અને પ્રશાસકશ્રીના અભિયાનમાં સહભાગી બનવા પ્રદેશના નાણાં અને ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના તમામ નંદઘર સાથે જોડાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લીધી હતી, અને સગર્ભા તથા ધાત્રી માતાઓને પૌષ્‍ટિક આહાર મળે તે બાબતની વ્‍યવસ્‍થા તથા દેખરેખ રાખવાનું પણ બિડું ઝડપ્‍યું હતું.
આજે દમણવાડા ગ્રામ પંચાયત હસ્‍તકના ફૂલવાડી નંદઘર ખાતે કુપોષિત બાળકોની માતાઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે નાણાં અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભાએ મનન-મંથન કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસનના પ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવા શરૂ કરાયેલા અભિયાનમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને પણ સામેલ થવા હાકલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાણાં અને ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત પોતાની ધર્મપત્‍ની સાથે ઉપસ્‍થિત રહેતા ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓમાં પણ ઉત્‍સાહ અને જાગૃતિ જોવા મળી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, દમણના બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણા, દમણવાડા ગ્રામ પંચાયતનાસરપંચ શ્રી મુકેશ ગોસાવી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલીમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસેલો વરસાદઃ લોકોએ ગરમીથી લીધેલો રાહતનો શ્વાસ

vartmanpravah

ઉમરગામના પાલી કરમબેલીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

vartmanpravah

કપરાડા તાલુકાની બાળકીઓને સાયકલ, સ્‍કૂલ બેગ, નોટબુક, સેનિટરી પેડનું વિતરણ કરાયું

vartmanpravah

ચીખલી મલવાડા કાવેરી નદીમાં મૃત મરઘાં ભરેલ કોથળા તણાઈ આવતા દુર્ગંધ અને પાણી દૂષિત થતાં સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment