Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના થાલામાં નહેરની પાળ ઉપર મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિકનો કચરો ઠલવાતા ફેલાયેલી ગંદકી

ગ્રામ પંચાયત દ્વારા જાહેરમાં કચરો ઠાલવનારા સામે લાલ-આંખ
કરવામાં આવે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: ચીખલીના થાલામાં કોલેજ સર્કલથી વસુધારા ડેરી રોડ પરથી પસારથતી નહેરની પાળ ઉપર છેલ્લાં ઘણા સમયથી મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટીકનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આમ તો થાલા ગ્રામ પંચાયત દ્વારા કચરાના કલેક્‍શન માટે ડોર ટુ ડોર નિયમિત પણે વાહન મોકલવામાં આવતું જ હોય છે. તેમ છતાં આ વાહનમાં કચરો આપવાના સ્‍થાને કેટલાક લોકો દ્વારા જાહેરમાં નાંખી ગંદકી ફેલાવવામાં આવી રહી છે.
થાલામાં નહેરની પાળ ઉપર જ્‍યાં કચરો નાંખવામાં આવી રહ્યો છે તે સ્‍થળની આજુબાજુમાં પશુઓ પણ ઘાસ ચારો ચરતા હોય છે. તેવામાં પશુઓના આરોગ્‍ય સામે પણ ખતરો ઉભો થવા પામ્‍યો છે. બીજી તરફ નહેરના પાણીમાં પણ પ્‍લાસ્‍ટીકનો કચરો જતા નુકશાન થઈ રહ્યું છે.
ત્‍યારે નહેરની પાળ ઉપર આ રીતે જાહેરમાં પ્‍લાસ્‍ટીકનો કચરો નાંખી ગંદકી ફેલાવી બેજવાબદાર ભયું વર્તન કરનારાઓ પર ગ્રામ પંચાયત દ્વારા વોચ રાખી કાયદેસરના પગલા ભરી આ રીતે જાહેરમાં ગંદકી ફેલાતી બંધ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Related posts

મતદાન કરી આંગળીએ શાહીનું નિશાન બતાવો અને મેળવો: વલસાડ જિલ્લામાં મતદાન પ્રોત્‍સાહિત કરવા વિવિધ શો-રૂમ, હોટલોએ આકર્ષક સ્‍કીમ અમલમાં મુકી

vartmanpravah

10 વર્ષની બાળા સાથે દુષ્‍કર્મ કરનાર મરવડ હોસ્‍પિટલના સિક્‍યુરીટી ગાર્ડને પોલીસે બિહારથી ઝડપી પાડયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીએ 15 જુલાઈ સુધીમાં હયાતીનું વેરીફીકેશન કરાવી લેવું

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ-પ્રાયમરીના નાાન ભુલકાંઓનો ગ્રેજ્‍યુએશન ડે ઉજવાયો

vartmanpravah

ખૂંટેજમાં કાકા-બાપાના ભાઈઓ જમીન બાબતે બાખડયા

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

Leave a Comment