October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણવાડા ગ્રા.પં.ના ગ્રામવાસીઓએ ઊર્જાના સંરક્ષણ માટે લીધા શપથ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કૃપાદૃષ્‍ટિથી દમણવાડા ગ્રામ પંચાયતનો સોલર ગામમાં સમાવેશ થવાનો સરપંચ મુકેશ ગોસાવીએ વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

  • ચંદ્રેશભાઈ પટેલેરસાળ શૈલીમાં ઊર્જાના સંરક્ષણ માટે આપેલી વિસ્‍તૃત સમજ

  • સહાયક એન્‍જિનીયર અનિલભાઈ દમણિયાએ વિદ્યુતના ઉત્‍પાદનની સમજાવેલી પ્રક્રિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14
આજે રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે વિદ્યુત વિભાગ અને સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, વિદ્યુત વિભાગના સહાયક એન્‍જિનીયર શ્રી અનિલભાઈ દમણિયા, સહાયક એન્‍જિનીયર શ્રી ભાસ્‍કરન તથા સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સીના શ્રી ચંદ્રેશ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી પોતાના સ્‍વાગત વક્‍તવ્‍યમાં ઉપસ્‍થિત લોકોને પોતાના ઘરની લાઈટ કે અન્‍ય ઉપકરણની જરૂરત હોય ત્‍યારે જ ચાલુ કરવા અને બહાર જતા સમયે તેને બંધ કરવા તાકીદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયતને સોલર ગામ તરીકે પ્રોજેક્‍ટ કરવા પ્રશાસન સમક્ષ રજૂઆત કરેલી છે અને વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની કૃપાદૃષ્‍ટિથી દમણવાડા ગ્રામ પંચાયતનો સમાવેશ સોલર ગામમાં થઈ જશે. જેના કારણે પંચાયતના દરેક ઘરની છત ઉપર સોલર પેનલ લાગવાથી પોતાના બીલમાં પણ રાહત થશે અનેવધારે ઊર્જા જનરેટ થઈ તો તેને ગ્રીડમાં પણ મોકલી શકાશે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આ પ્રસંગે તમામ ગ્રામવાસીઓને ઊર્જા સંરક્ષણ માટે પોતાનું યોગદાન આપવા શપથ પણ લેવડાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 2030 સુધી ગ્રીન એનર્જીના ક્ષેત્રે સ્‍વનિર્ભર બનવાના લક્ષ્યાંકમાં સહભાગી બનવા આહ્‌વાન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સીના શ્રી ચંદ્રેશભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં વિજળીનું સંરક્ષણ કેવી રીતે કરવું અને કંજૂસાઈ નહીં પરંતુ કરકસર દ્વારા વિદ્યુત પુરવઠાના ઉપયોગ અંગે સમજ આપી હતી. તેમણે વરિષ્‍ઠ નાગરિકો અને બાળકો વચ્‍ચે યોજાયેલ ચિત્રકળા સ્‍પર્ધાનું દૃષ્‍ટાંત આપતા જણાવ્‍યું હતું કે, વરિષ્‍ઠ નાગરિકોએ પોતાના ચિત્રની દોરવણી માટે રહેલો લીલો રંગ ખતમ કરી દીધો હતો અને બાળકો માટે ફક્‍ત કાળો રંગ જ રહી ગયો હતો તેથી બાળકોએ વૃક્ષોનું ચિત્ર પણ કાળા રંગથી દોરવાથી કાળુ જ આવ્‍યું હતું. તે રીતે અત્‍યારે જો ઊર્જાનો વેડફાટ કરવામાં આવશે તો ભવિષ્‍યની પેઢીને અંધકારમાં રહેવાની નોબત આવી શકે છે. તેથી આજથીજ સાવધાન રહેવા તેમણે આહવાન કર્યુ હતું.
શ્રી ચંદ્રેશભાઈ પટેલે વધુમાં સૌરઊર્જાના મહત્‍વને પણ પોતાની લાક્ષણિક છટામાં રજૂ કર્યા હતા. તેમણેજણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસન લોકોના કલ્‍યાણ માટે અંગત રસ લઈ રહ્યું છે. જેના કારણે તમને સોલર પેનલ લગાવવા સંબંધી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે વિદ્યુત વિભાગના સહાયક એન્‍જિનીયર શ્રી અનિલભાઈ દમણિયાએ પોતાની સરળ શૈલીમાં વિજળીના ઉત્‍પાદનની પ્રક્રિયા સમજાવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આવતા દિવસોમાં દેશ અને વિશ્વમાં કોલસાનો પૂરવઠો ખતમ થવાનો જ છે તેથી અત્‍યારથી જ તેના વૈકલ્‍પિક માર્ગની પસંદગી કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, વિજળીની નાની-નાની બચત આવતા દિવસોમાં રાષ્‍ટ્રના નિર્માણ માટે બહુ મહત્‍વની બની રહેશે.
આભારવિધિ શ્રી બ્રિજેશે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખુબજ ઉત્‍કૃષ્‍ટ રીતે ભામટી પ્રગતિ મંડળના વરિષ્‍ઠ આગેવાન શ્રી ગણેશભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં કર્યુ હતું.
આ પ્રસંગે સેમફોર્ડ સ્‍કૂલના સંચાલક શ્રી અમરજીત સિંઘ, દમણવાડા ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, ગામના આગેવાન શ્રી રવુભાઈ બારી સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં દમણવાડા ગ્રામ પંચાયતના એન્‍જિનીયર શ્રી વિપુલભાઈ રાઠોડ, એકાઉન્‍ટન્‍ટ શ્રી રોહિત ગોહિલ, શ્રી રાહુલ ધોડી વગેરે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

સેલવાસ-દમણની નર્સિંગ કોલેજની પાસ થયેલી તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં ઝળકેલી ખુશી

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઇન સર્વિસ ‘1098′ દીવ દ્વારા એસ.પી. કચેરી ખાતે ‘ચાઈલ્‍ડ લાઈન સે દોસ્‍તી’ સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

રવિવારે દાનહના કરચોંડ ઘાટ ઉપર ખાનગી બસની બ્રેક ફેઈલ થતાં અકસ્‍માતમાં ક્‍લીનરનું ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

Leave a Comment