નવી નવી બનેલ બહેનપણી એકાંત વાળી જગ્યાએ સગીરાને લઈ જઈ પોતાના પુરુષ મિત્રને સોંપી: ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરતી પારડી પોલીસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડી તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાની આજથી પાંચ દિવસ પહેલા ઉદવાડા રેલવે સ્ટેશન ખાતે પારડી કોટલાવ ખજુરીયા ફળિયા ખાતે રહેતી વિશાખાબેન મહેશભાઈ નાયકા સાથે સામસામે નજરોમળતા સ્માઈલ આપ્યા બાદ રેલવે સ્ટેશન પર જ થોડી વાતચીત થયા બાદ બંને વચ્ચે દોસ્તી થતા એકબીજાના મોબાઈલ નંબરની આપ લે થયા બાદ બંને વચ્ચે રોજ મેસેજ થતા વાતચીત થતી હતી.
તારીખ 18.6.2024 ના રોજ વિશાખાએ મોબાઈલ દ્વારા સગીરાને બેંકમાં કામ હોવાનું જણાવી સગીરાના ઘરેથી પોતાની સાથે લઈ જઈ ટ્રેનમાં વલસાડ અને ત્યાંથી વાપી ફરવા માટે લઈ જઈ મોડી સાંજે ટ્રેન ન મળતા વિશાખા એ વાપી ગુંજન પાસે પોતાના પુરુષ મિત્રને કાર લઈ બોલાવતા ધ્રુવિલ ચેતનભાઈ પટેલ ઉ. વ.22, રહે.ભેસલાપાડ, દમણીઝાંપા, પારડી તથા વિશાખાનો બોયફ્રેન્ડ વિજય ઉર્ફે કાલુ વિશ્વનાથ સરોજ રહે.પારડી મચ્છી માર્કેટ અને કાર ચલાવનાર એમ ત્રણ જણા કાર લઈ વાપી ગુંજન પાસે આવતા વિશાખા સગીરાને લઈ કારમાં બેસી જઈ પારડી વિરામ હોટલ નજીક વિશાખા અને તેના બોયફ્રેન્ડ વિજયે સગીરાને ત્યાં ઉતર્યા બાદ એકટીવા પર પારડી પોણીયા ગંગાજી ખાડીના કિનારે આવેલ એકાંતવાસી ઝૂંપડીમાં રાત્રે 9:00 વાગે લઈ આવે છે અને થોડીવારમાં કારમાં બેસેલ ધ્રુવિલ પણ રાજ નામના છોકરા સાથે આ ઝૂંપડીમાં આવે છે જ્યાં વિશાખા સગીરાને ધ્રુવિલ તને પસંદ કરે છે હોવાનું જણાવી વિશાખા રાજ અને વિજય ઝૂંપડીમાં સગીરા અને ધ્રુવીલને છોડી ઝૂંપડીમાંથીત્રણે જણા બહાર નીકળી જાય છે.
ઝૂંપડીમાં સગીરા અને ધ્રુવિલ બંને એકલા જ હોય એકલતાનો લાભ લઈ ધ્રુવિલ સગીરાને આઈ લવ યુ કહી એને કિસ કરી બળજબરીથી બળાત્કાર કરે છે.
સવારે ઘરે પહોંચી સગીરા સમગ્ર બનાવ પિતાને જણાવતા પિતાએ પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે આઈપીસી કલમ 363, 376 (1), જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 ની કલમ 4, 6, 17 મુજબ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી ધ્રુવીલ તથા મદદગારી કરનાર વિશાખા અને વિજયની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.