December 1, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

કપરાડા માંડવા ગામે ટ્રક અને ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : બન્ને વાહનના ચાલક ઈજાગ્રસ્‍ત થતા સારવાર માટે ખસેડાયા: બીજા બનાવમાં કુંભઘાટ ઉપરથી ટ્રક ખીણમાં ખાબકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
નેશનલ હાઈવે 848 ઉપર છાશવારે અકસ્‍માતો સર્જાતા રહે છે તેમાં કુંભઘાટ ઉપર તો અઠવાડીયામાં એક બે અકસ્‍માતના બનાવો બનતા રહે છે તેવા વધુ બે બનાવ ગતરોજ બન્‍યા હતા. કુંભઘાટ ઉપર વાપી જવા નિકળેલ ટ્રક ખીણમાં ખાબકી હતી. જ્‍યારે એક બીજો અકસ્‍માત માંડવા પાસે ટ્રક અને ટેમ્‍પો વચ્‍ચે સર્જાયો હતો. જેમાં બન્ને વાહનના ચાલકો ગંભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા નજીકની હોસ્‍પિટલમાં પોલીસે ખસેડયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર માંડવા ગામે તડકેશ્વર મહાદેવ મંદિરના વળાંકમાં ટ્રક નં. કે.એ.08 એ.જી. 5018 અને અશોક લેલેન્‍ડ ટેમ્‍પો નં.જીજે 15 એટી 2407 વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બન્ને વાહનોના ચાલકો ઘાયલ થયા હતા તેમજ બન્ને વાહનો પલટી મારીગયા હતા. નેશનલ હાઈવે 848 ઉપર અકસ્‍માતો એકધારા સર્જાતા રહે છે. તેમાં કુંભઘાટના વળાંક અતિ જોખમી હોવાથી ચાલકો અવાર-નવાર સ્‍ટેયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા રહે છે અને અકસ્‍માતો સર્જાતા રહે છે.

Related posts

ભાજપા સંગઠનમાં પ્રમુખ બનવાની વય મર્યાદા માટે નિર્ણય લેવાતા ઉમરગામ તાલુકામાં ઘણા કાર્યકર્તાઓના અરમાન પર ફરી વળેલુ પાણી

vartmanpravah

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

વાપી નોટીફાઈડ બોડીની મિટિંગ યોજાઈ : ટ્રાન્‍સપોર્ટનગરની જમીન હેતુફેર થઈ વેચાણ થયાનો મુદ્દો ગાજ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

vartmanpravah

Leave a Comment