Vartman Pravah
Breaking Newsદમણ

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા બ્‍લોક લેવલ સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

મોટી દમણ નાયલા પારડીના ગ્રાઉન્‍ડ ખાતે કબડ્ડી, વોલીબોલ, ટગ ઓફ વોર, દોડ જેવી સ્‍પર્ધાથી યુવાનોનું ખીલેલું કૌવત

 (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા ફિટ ઈન્‍ડિયા અને ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ની ઉજવણીના ઉપક્રમે બ્‍લોક લેવલ સ્‍પોર્ટસ મીટનું નાયલાપારડી ગ્રાઉન્‍ડમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા દમણના યુવાનોએ ભાગ લીધો હતો. આ અવસરે બીડીઓ શ્રી પ્રેમજી મકવાણા, નેહરુ યુવા કેન્‍દ્રના સંયોજક શ્રી અનુપમ, આદિવાસી નેતા શ્રી ભાવિક હળપતિ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
જે દરમિયાન વિવિધ સ્‍પર્ધામાં કબડ્ડી 8 ટીમો, વોલીબોલ 7 ટીમો, ટગ ઓફ વોર 8 ટીમો, 100 મીટર દોડ 48ખેલાડીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

Related posts

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

દાનહઃ કલા ગામ સ્‍થિત કે.બી.એસ. કંપનીમાં આઇ.ટી. વિભાગે કરેલો સર્વે

vartmanpravah

હવે સંઘપ્રદેશમાં ધો.10થી 1રના વિદ્યાર્થીઓ પણ કોવિડ કવચથી સુરક્ષિત બન્‍યા: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં 1પ થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓના 100 ટકા વેક્‍સીનેશન માટે મળેલી સફળતા

vartmanpravah

ચીખલી તાલુકામાં સરકારી તંત્ર જ અજાણ હોય તો પ્રજાનો શું વાંક!?

vartmanpravah

મોટી તંબાડીમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જન્‍મોત્‍સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

વલસાડના સરદાર પટેલ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં ગુજરાત તરફથી રમતા દમણના સરલ પ્રજાપતિએ જમ્‍મુકાશ્‍મીરની ટીમ સામે કરેલું ભવ્‍ય પ્રદર્શનઃ ગુજરાતનો 8 વિકેટથી વિજય

vartmanpravah

Leave a Comment