October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ટ્રક, ટેમ્‍પો અને બે કાર મળી ચાર વાહનો વચ્‍ચે સર્જાયો ગંભીર અકસ્‍માત

મોંઘા ભાવના ટામેટા ભરેલો ટ્રક બેંગ્‍લોરથી ભરૂચ જઈ રહ્યો હતો ત્‍યારે વલસાડ પહોંચતા હાઈવે પર ખાડામાં પટકાતા ડિવાઈડર કુદી બાજુની ટ્રેક ઉપર પલટી મારી જતા ચોકલેટ ભરેલ ટ્રક સાથે અથડાયેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ સુગર ફેક્‍ટરી પુલ પાસે રવિવારે મોડી રાત્રે ચાર વાહનો વચ્‍ચે ગંભીર અને વિચિત્ર અકસ્‍માત સર્જાયો હતો. ટામેટા ભરેલ ટેમ્‍પો ભરૂચ તરફ જઈ રહ્યો હતો ત્‍યારે હાઈવેની ભેટ એવા મોટા ખાડામાં ટેમ્‍પો પટકાતા પલટી મારી વિરૂધ્‍ધ ટ્રેક ઉપર પટકાયો અને ટ્રક સાથે ભટકાયો હતો. બે વાહનોના અકસ્‍માત વચ્‍ચે ડીઝાયર અને ક્રેટા કાર વચ્‍ચે સપડાતા કુલ ચાર વાહનો વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો.
ગંભીર અકસ્‍માતની વિગતો મુજબ બેંગલોરથી ટામેટા ભરેલ આઈશર ટેમ્‍પો નં.જીજે 24 એક્‍સ 3731 ભરૂચ માર્કેટમાં ખાલી કરવા જઈ રહ્યો હતો ત્‍યારે વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પુલ પાસે ટેમ્‍પોમાં તોતિંગ ખાડામાં પટકાતા ડિવાઈડર કુદી પલટી મારીને સામે આવતી ચોકલેટ ભરેલીટ્રક સાથે ભટકાયો હતો. ટ્રક નં.પીબી 10 જીકે 0968 પંજાબથી ચોકલેટ ભરી આવી રહ્યો હતો. બે મોટા વાહનોના અકસ્‍માત વચ્‍ચે મુંબઈ જઈ રહેલ ક્રિયેટા કાર નં.જીજે 05 આરટી 8418 અને ક્રેટા કાર નં.જીજે 15 સીએન 6126 પણ સાથે ભટકાઈ હતી. ચાર વાહોનના વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં રોડ ઉપર ટામેટા અને વાહનો પડેલા હોવાથી હાઈવેને બંધ રખાયો હતો. કલાકોની જહેમત બાદ અકસ્‍માત ગ્રસ્‍ત વાહનો સાઈડીંગ કરી પોલીસે હાઈવે ખુલ્લો કરતા ટ્રાફિક સ્‍થિર થયો હતો.

Related posts

પારડીના પરિયા ખાતે આવેલ એમએમટીઈ કંપનીમાં લાગી આગ

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

કપરાડાના સુખાલા ગામે મધમાખીના ડંખ મારવાથી એક વ્‍યક્‍તિનું થયું મોત

vartmanpravah

દમણ ન.પા.ના કાઉન્‍સિલર ચંદ્રગીરી ઈશ્વરની સંવેદનશીલપહેલથી લાચાર વૃદ્ધાનો સહારો બનેલું આયુષ્‍યમાન કાર્ડઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગરીબલક્ષી નીતિથી દેશની ઓર એક વૃદ્ધાને મળેલું સ્‍વાવલંબી નવજીવન

vartmanpravah

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

Leave a Comment