Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના છરવાડા પંચાયતના કથિત ભ્રષ્‍ટાચારને માજી સરપંચએમાહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરી

માજી સરપંચ અને પૂર્વ અને જિ.પં. સભ્‍ય કાંતિભાઈ પટેલે માહિતી નહી મળતા કલેક્‍ટરમાં લેખિત રાવ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: છરવાડા ગ્રામ પંચાયત સન-2012 થી 2017 સુધી થયેલ વિકાસ કામ, લોકફાળાની ઉઘરાણી, ઘરવેરા વસુલાત, 14મા નાણાપંચના કામો અને રોજમેળમાં કથિત ખોટા બીલ અંગે વ્‍યાપક ભ્રષ્‍ટાચાર જણાઈ આવતા પંચાયતના પૂર્વ સરપંચ અને જિ.પં. સભ્‍યએ જુદા જુદા સમયે માહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરેલ છે તેમ છતાં માહિતી નહી અપાતા અંતે તેઓએ કલેક્‍ટર ડી.ડી.ઓ.માં લેખિત રાવ કરી છે.
છરવાડા ગ્રામ પંચાયતના માજી સરપંચ અને માજી જી.પં. સભ્‍ય કાન્‍તીભાઈ નીછાભાઈ પટેલએ કલેક્‍ટર અને ડી.ડી.ઓ.માં કરેલ લેખિત રાવ મુજબ તેમણે સન-2012 થી 2017 સુધી થયેલ પંચાયત વહીવટ અંગે માહિતી હેતુ 7 વાર માહિતી અધિકાર 2005 મુજબ અરજી કરી માહિતી માંગી છે. તેમણે તા.17-7-21, તા.25-8-21, તા.24-11-21, તા.18-6-22, તા.26-7-22, તા.15-3-22 અને તા.10-8-23 એમ સાત વાર પંચાયતના વહિવટ અને કથિત ભ્રષ્‍ટાચાર વિશે માહિતી માંગી છે. તેઓએ માંગણી કરી છે કે, વિકાસ કામો, લોક ફાળાની ઉઘરાણી, ઘરવેરાની વસુલાત, 14મા નાણાપંચના કામો અને રોજમેળના બિલોની વિગતોમાહિતી માંગી છે. તે મળેલ નથી. કલેક્‍ટરમાં કરેલ લેખિત રાવ મુજબ 2016-17 ઓડીટમાં અહેવાલ ફકરા નં.5માં 506, 775ની ઉચાપતની નોંધ છે તેમજ તા.25-7-2017ના રોજ પંચાયત ઘરમાં આગ લગાડી રેકર્ડ નષ્‍ટ કરવાનો પ્રયાસ થયો છે તેવી ચોંકાવનારી બાબતો અંગે પંચાયત તલાટી કમ મંત્રી માહિતી આપતા નથી. તેથી કલેક્‍ટરને લેખિત રાવ માજી સરપંચ કાંતિભાઈ પટેલએ કરી છે.

Related posts

વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના 90 માઈક્રો ઓબ્‍ઝર્વરની તાલીમમાં ઓબ્‍ઝર્વરોએ માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઓરા દ્વારા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી થઈ

vartmanpravah

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

vartmanpravah

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment