January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

યુનેસ્‍કો પ્રેરિત એઆરસી એડટેક સંસ્‍થા દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલને ગ્‍લોબલ સસ્‍ટેનેબિલિટી એવોર્ડ એનાયત કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા યુનેસ્‍કો પ્રેરિત એઆરસી એડટેક એક આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા છે. સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ માટે એજ્‍યુકેશનમાં અગ્રણી અને અર્થ ડે નેટવર્ક, શાળાઓ માટે ગ્‍લોબલ સસ્‍ટેનેબિલિટી એવોર્ડ્‍સ લોન્‍ચ કર્યો હતો. આ પુરસ્‍કાર માટે વિશ્વભરની પ્રિ-સ્‍કૂલથી લઈ ધોરણ 12 સુધી અભ્‍યાસ કરાવતી સંસ્‍થાઓ ભાગ લઈ શકે તે માટે પ્‍લેટફોર્મ આપ્‍યું હતું. જેમાં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ સલવાવએ પણ ભાગ લીધો હતો.
આ એવોર્ડ માટે ભારત, હોન્‍ડુરાસ, ક્રોએસીયા, શ્રીલંકા, કેનેડા અને આર્જન્‍ટીના વગેરે દેશોની સંસ્‍થાએ ભાગ લીધો હતો. અંદાજીત 2200 થી વધુ સંસ્‍થાઓએ ભાગ લીધો હતો. આ એવોર્ડ કાર્યક્રમમાં ચીફ ગેસ્‍ટ તરીકે રાજીવ રંજન કમિ‘ર ગુરુગ્રામ, ભારત તથા શબનમ સીદ્દીકી એક્‍સ ડીરેક્‍ટર યુ.એન. ગ્‍લોબલ ઈમ્‍પેક્‍ટ ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે જ્‍યુરી તરીકે માઈકલા એસચબચ એમડી. ફાઉન્‍ડર ફોર સ્‍કૂલ યુ.કે., ડગ્‍લાસ રાગન પી. એમ.ઓ. યુ.એન. હેબીટેટ કેનિયા વગેરે10 જેટલા સભ્‍યોએ સેવા આપી હતી. તેમણે આપેલા નિર્ણયમાં 12 સંસ્‍થાઓને એવોર્ડ માટે પસંદ કરાઈ હતી. જેમાં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ સલવાવએ પણ ભાગ લીધો હતો અને વિવિધ પાસાઓની પરિપાટીમાંથી પસાર થઈ અને શ્રેષ્ઠ 12 શાળાઓમાં સ્‍થાન પામી હતી. જે બદલ એઆરસી સંસ્‍થા દ્વારા ગ્‍લોબલ સસ્‍ટેનબીલીટી એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો છે.
વિશ્વની સર્વશ્રેષ્ઠ 12 શાળાઓમાં શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલ, સલવાવની પસંદગી થતા તે સમગ્ર ગુજરાત રાજ્‍ય અને વલસાડ જિલ્લા માટે ગૌરવની બાબત બની રહી છે.
આ એવોર્ડ માટે સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી, સમગ્ર ટ્રસ્‍ટી મંડળ તથા ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય, ડૉ. શૈલેષ લુહાર તેમજ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત પ્રભારી અને સહ પ્રભારીએ સેલવાસ ન.પા. પાલિકા પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે યોજેલી કાર્યશાળા

vartmanpravah

દાનહમાં રખોલી પુલ નજીક એક વ્‍યક્‍તિ નદીમાં ફસાઈ જતાં કરાયો રેસ્‍ક્‍યુ

vartmanpravah

Leave a Comment