(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીમાં શાળા-કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ કે નજીકમાં આરોગ્ય માટે હાનિકારક સિગરેટ ગુટખા પાન મસાલા બીડી વગેરે તંબાકુ બનાવટની વસ્તુઓ વેચાતી તથા વપરાશકરાતો હોવાની જાણકારી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાને માહિતી મળતાં તેમણે તાત્કાલિક સીઆરપીસી 144 અંતર્ગત અધિકારોનો ઉપયોગ કરતા પ્રદેશની દરેક શૈક્ષણિક સંસ્થાઓના 100મીટરની આજુબાજુના વિસ્તારમાં તંબાકુ બનાવટની વસ્તુઓ વેચવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જે 60 દિવસ માટે એટલે કે 31 જાન્યુઆરી 2023 સુધી લાગુ રહેશે. આ આદેશની અવહેલના કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.