January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

વેલુગામ ખાતે લગ્નનો મંડપ ભારે પવનના કારણે તૂટી પડતા અંદરનો સામાન ઉડીને દૂર ફેંકાતા લગ્ન સમારંભમાં સર્જાયેલી અફરા-તફરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારોમાં આજે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી આવ્‍યા હતા અને ભારે પવનના સુસવાટા સાથે વરસાદ પડતા ગરમીના ઉકળાટમાં ટાઢક થઈ હતી અને આંબાવાડીની કેરીઓ પવનથી નીચે પટકાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના ઉંડાણના વિસ્‍તાર બેડપા, ખેડપા, માંદોની, સિંદોની જેવા વિસ્‍તારોમાં આજે ભારે પવનના સુસવાટા સાથે વરસાદ પડયો હતો. કેટલાક ગામોમાં બરફના કરા પડવાની ઘટના પણ સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે માંદોની ગામમાં વરસાદના કારણે રસ્‍તાઓ અને ખેતરોમાં પાણી પાણી થઈ ગયા હતા. વેલુગામ ગામે લગ્ન મંડપ ભારે પવનના કારણે તૂટી ગયો હતો અને અંદરનો સામાન ઉડીને દુર ફેંકાઈ ગયો હતો. પવન સાથે વરસાદને કારણે કેરીની વાડીઓમાં કેરીઓ નીચે પડી ગઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસવરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે પ્રદેશના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે રોગચાળો વધવાની પણ સંભાવના વર્તાઈ રહી છે.

Related posts

પારડી હાઈવે પર કન્‍ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલ

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરી લાખોનો ગાંજો ભરેલી કાર ઝડપી

vartmanpravah

વાપી ડુંગરા ફલેટમાં રેડ કરી એસ.ઓ.જી.એ યુપીના એક ઈસમને બે પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

અખિલ ભારતીય માનવ અધિકાર ફરિયાદ સંઘના દમણ પ્રોગ્રામ કમીટિના અધ્‍યક્ષ તરીકે રાજેશ વાડેકર અને ગ્રિવેન્‍સિસ કમીટિના અધ્‍યક્ષ પદે કેતનકુમાર ભંડારીની કરેલી જાહેરાત

vartmanpravah

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

vartmanpravah

દાનહ ખાનવેલમાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ફીટ ઈન્‍ડીયા ફ્રીડમ રન યોજાઈ

vartmanpravah

Leave a Comment