April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

ઓબ્‍ઝર્વર શાહે 18 વર્ષના યુવા મતદારો બાકી ન રહી જાય અને મૃત્‍યુ પામેલા મતદારોના નામ રદ્દ કરવા સૂચના આપી

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએરાજકીય પક્ષના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી માર્ગદર્શન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ સંદર્ભે વલસાડ કલેકટર કચેરી ખાતે તા. ૨૫ નવેમ્બરના રોજ સાંજે ૫ કલાકે મતદાર યાદી નિરિક્ષક (Electoral Roll Observer) અને ગુજરાત એગ્રો ઈન્ડ્રસ્ટીઝ કોર્પોરેશન લિ.ગાંધીનગરના મેનેજિંગ ડાયરેક્ટરશ્રી ડી.એચ.શાહ (I.A.S)ની અધ્યક્ષતા અને જિલ્લા ચૂંટણી અધિકારી -વ- કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં સ્પેશિયલ સમરી રિવિઝન – ૨૦૨૪ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે વલસાડ જિલ્લાની પાંચ બેઠક મુજબ વસ્તી, સ્ત્રી, પુરૂષ અને થર્ડ જેન્ડર મતદારો તેમજ મતદાન મથકો અંગે આંકડાકીય માહિતીથી ઓબ્ઝર્વરને વાકેફ કરી મતદાર નોંધણી માટે ચાલી રહેલી કામગીરી અંગે જણાવ્યું કે, ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત તા. ૨૬ નવેમ્બર, તા. ૩ અને ૯ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મતદારો સુધારા-વધારા કરી શકે તે માટે આ દિવસો દરમિયાન ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. જેમાં મતદાર યાદીમાં નામ દાખલ કરવાના બાકી હોય તો પોતાના નામ મતદાર યાદીમાં દાખલ કરાવવા માટે ફોર્મ નં. ૬, મતદાર ઓળખકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા ફોર્મ નં. ૬ (ખ), મૃત્યુ-સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં.૭ તથા ઓળખકાર્ડમાં નામ, અટક, જન્મ તારીખ, ફોટો સુધારવા, સ્થાળંતર માટે ફોર્મ નં. ૮ જરૂરી આધાર પુરાવા સાથે ખાસ ઝુંબેશના દિવસોમાં થતી કામગીરી અંગે માહિતી આપી હતી. વધુમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે ૧૮ અને ૧૯ વર્ષના યુવા મતદારોની નોંધણી માટે આરટીઓ અને જન્મ નોંધણીના ડેટા કચેરીમાંથી મેળવી કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં ૨૦ થી ૨૯ વર્ષના મતદારોના સમૂહ અંગે પણ આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
મતદાર યાદી નિરીક્ષક ડી.એચ.શાહે ૧૮ વર્ષની વયના યુવા મતદારો બાકી ન રહી જાય, જે મતદારો મૃત્યુ પામ્યા હોય તેનું વેરીફિકેશન કરી મતદાર યાદીમાંથી નામ રદ્દ કરાવવું અને ૧૮ વર્ષથી વધુની કોઈ પણ યુવતી કે મહિલા મતદારો મતદાર યાદીમાં બાકી ન રહી જાય તે અંગે વિશેષ તકેદારી રાખી કામગીરી કરવા સૂચન કર્યુ હતું. બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન કોંગ્રેસના પ્રતિનિધિ ગીરીશભાઈ દેસાઈએ લોકોને મતદાન મથક સુધારવા માટે ઓનલાઈન ફોર્મ નં -૮ માં અરજી કરવા છતાં સમયસર કાર્ડ મળતા ન હોવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ચુંટણી પંચની પ્રકિયા મુજબ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ યાદી બાદ મતદારને તેમના ઓળખકાર્ડ મોકલવામાં આવે છે તેમ છતાં મતદાર અન્ય ફોટાવાળા દસ્તાવેજ સાથે મતદાન કરી શકે છે.બીએસપીના કિશોરભાઈ પટેલે મતદાન કાર્ડ ઓનલાઈન કઢાવવા માટે લોકોને મુશ્કેલી પડી રહી હોવાથી જન સેવા કેન્દ્ર કે અન્ય સેન્ટરો દ્વારા નજીવી ફી લઈને આધારકાર્ડની જેમ મતદાન કાર્ડ કાઢી આપવામાં આવે એવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી હતી. બેઠકમાં આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ જિજ્ઞેશ ગોહિલ, ભાજપ કાર્યાલયના કીકુભાઈ સહિત રાજકીય પાર્ટીના અગ્રણીઓ, ૧૭૮- ધરમપુર (એસટી) બેઠકના ઈઆરઓ અને પ્રાંત અધિકારી અમિત ચૌધરી, ૧૭૯- વલસાડ બેઠકના ઈઆરઓ અને વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, ૧૮૦- પારડી બેઠકના ઈઆરઓ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ, ૧૮૧- કપરાડા (એસટી) બેઠકના ઈઆરઓ અને જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામિત અને ૧૮૨- ઉમરગામ (એસટી) બેઠકના ઈઆરઓ અને પારડીના પ્રાંત અધિકારી અંકિત ગોહિલ તેમજ વલસાડ મામલતદાર (ચૂંટણી) તૃપ્તિ ગામિત ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

vartmanpravah

વાપીમાં માર્ગ પહોળાઈ તથા ગટરલાઈન પસાર કરવાની કામગીરી શરૂ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

દાનહની નરોલી ગ્રામ પંચાયતે ડેંગ્‍યુ, મેલેરિયા જેવા મચ્‍છરજન્‍ય રોગને ફેલાતો અટકાવવા શરૂ કરેલી કડક કાર્યવાહી

vartmanpravah

દમણની નાનાસ હોટલના નટરાજ ગેસ્‍ટહાઉસમાં ઈલેક્‍ટ્રીકનો શોક લાગતાં પિતા-પુત્રના દર્દનાક મોત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ દમણની તમામ હોટલો-ગેસ્‍ટ હાઉસોની ઈલેક્‍ટ્રીક સેફટી ઓડિટ કરાવવા આપેલો નિર્દેશ : દમણ પોલીસે હોટલ સીલ કરી શરૂ કરેલી તપાસ

vartmanpravah

Leave a Comment