(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.21
ભારતીય જનતા પાર્ટી દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્પી દમણિયાએ દીવ સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ અવસરે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહ, પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી ચિંતક સોલંકી, દીવ શહેર પ્રમુખ શ્રી રાજેશ દવે, જિલ્લા યુવા કારોબારી સભ્ય શ્રી વિપુલભાઈ સોલંકી , શ્રી દિનેશ પંજરી, દીવ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ, સ્ટેટ યુથ બીજેપી એક્ઝીકયુટીવ મેમ્બર શ્રી મિહિર શાહ, શ્રી ભાવેશભાઈ, હિતેશભાઈ, મગનભાઈ, શ્રી મહેન્દ્રભાઈ અને અન્ય ભાજપ કાર્યકર્તાઓએશુભેચ્છા મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.