Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-દમણમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાદરા નગર હવેલી અને દમણ છેલ્લા 24 કલાકમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમા હાલમાં 01સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5919કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 232 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજન 366 નમૂના લેવામા આવેલ જેમાથી એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ નોંધાયો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનું રસીકરણ કરવામા આવ્‍યું હતું. જેમાં આજે 1695 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે પ્રદેશમાં પ્રથમ ડોઝ 404505 અને બીજો ડોઝ 260515 વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 665020 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના જન પ્રતિનિધિઓએ દિલ્‍હીની લીધી મુલાકાત

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું ભામટી ખાતે અનુ.જાતિ સમાજ દ્વારા કરવામાં આવેલું શાહી સન્‍માન

vartmanpravah

શુક્રવારે મોટી દમણ ઝરીના બિરસા મુંડા ચોક ખાતે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જયંતિની થનારી ઉજવણી

vartmanpravah

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

ચીખલી તાલુકાના ગોડથલ પ્રાથમિક શાળાના ઓરડા, છાત્રાલય અને ખરેરા નદી પર નવો પુલ સહિતના 7.49 કરોડ રૂપિયાના વિકાસ કામોનો પ્રારંભ કરાવતા સાંસદ ધવલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment