December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગણેશ આયોજકોનું કલેક્‍ટર દ્વારા સન્‍માન કરાયું: પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા જાહેર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપીમાં ગણેશ મહોત્‍સવની ધામધુમ પૂર્વક શાંતીપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. વાપીમાં આશરે 200 જેટલા નાના મોટા ગણેશ મહોત્‍સવનું આયોજન થયું હતું. વાપી આયોજન ગણેશ મહોત્‍સવને પ્રોત્‍સાહન આપવા માટે કલેક્‍ટર દ્વારા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્‍યોહતો. જેમાં પ્રથમ દ્વિતિય અને તૃતિય વિજેતાઓ પુરસ્‍કાર આપી કલેક્‍ટરના હસ્‍તે સન્‍માન કરાયું હતું.
વાપીમાં અનેક ગણેશ મહોત્‍સવમાં જુદી જુદી થીમ આધારીત કલાત્‍મક શ્રીજીની મૂર્તિઓની સ્‍થાપના કરાઈ હતી. જેમાં કેટલીક તો બેનમુન હતી. ખાસ વિશિષ્‍ટ પંડાલો ગણેશ મંડળો દ્વારા પ્રસ્‍થાપિત કરાયા હતા. હાલમાં જિલ્લા કલેક્‍ટર તથા એસ.પી.ના અધ્‍યક્ષતામાં ગણેશ ઉત્‍સવના આયોજકોનો સન્‍માન સમારોહ યોજાયો હતો. વાપીમાં આયોજીત ગણેશ મહોત્‍સવ માટે પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા જાહેર કરાયા હતા જેમાં પ્રથમ વિજેતા ભડકમોરા સ્‍થિત શિવસેના ગણેશ મહોત્‍સવ જાહેર કરાયા હતાં. જ્‍યારે બીજા સ્‍થાને બે વિજેતા રહ્યા હતા જેમાં ગુંજન મહાદેવ સેના અને હરીયા પાર્ક તથા ત્રીજા નંબરે પણ બે વિજેતા રહ્યા હતા જેમાં જ્‍યોતિ પાર્ક યુવા મંડળ અને શ્રી સાંઈ મિત્ર મંડળ પોલીસ લાઈનનો સમાવેશ થયો હતો. તમામ વિજેતાઓને પુરસ્‍કાર અર્પણ કરાયા હતા.

Related posts

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

vartmanpravah

વલસાડ ઔરંગા નદી બ્રિજ પાસે બેરીકેટમાં પીકઅપ ટેમ્‍પો ભટકાયો, મોટા વાહનોની અવરજવર થંભી ગઈ

vartmanpravah

આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી

vartmanpravah

ચીખલી પોલીસે મલવાડાથી દારૂ સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

vartmanpravah

દાનહની ઉમરકૂઈ સરકારી શાળામાં સ્‍પર્શેન્‍દ્રિય રક્‍તપિત્ત રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment