April 28, 2024
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડજિલ્લાના ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સંપાદન થયેલ જમીનનું યોગ્‍ય વળતર મળે તેવી દિલ્‍હીમાં રજૂઆત

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર પાટીલ, સાંસદ ડો.કે.સી. પટેલએ પરિવહન મંત્રી ગડકરીની મુલાકાત લઈ રજૂઆત કરી
દિવ્‍યેશ કૈલાસનાથ પાંડે 
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
બુલેટ ટ્રેન તેમજ વડોદરા મુંબઈ હાઈવે પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાના ખેડૂતોને યોગ્‍ય વળતર આપવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલજીની આગેવાની હેઠળ કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી નીતિન ગડકરીજીને દિલ્‍હી ખાતે કરાઈ રજૂઆત. ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા નિર્ણય લેવા અંગે શ્રી નીતિન ગડકરીજી દ્વારા અપાયું આશ્વાસન.
ભારત સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ તેમજ વડોદરા-મુંબઈ હાઇવે પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદન કરવાની કામગીરી ચાલી રહી છે. ભારત સરકાર દ્વારા ખેડૂત મિત્રોને યોગ્‍ય વળતર આપવામાં આવે એ અંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલજી ની આગેવાનીમાં હેઠળ કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી નીતિન ગડકરીજીને દિલ્‍હી ખાતે મળી રજૂઆત કરાઈ.
ભારત સરકાર દ્વારા હાલે સમગ્ર દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ હેઠળ ખુબજ ઝડપીઅને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ સાથે નવા વડોદરા મુંબઈ હાઈવેની કામગીરી પણ ચાલી રહી છે, આ બન્ને પ્રોજેકટ હેઠળ ખેડુતોને તેમની જમીન સંપાદન કરવામાં આવી રહી છે જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ ખેડૂત મિત્રોની જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે જેમાં ઘણાં ખેડૂત મિત્રોની જમીન સંપાદન સરકાર શ્રી દ્વારા કરવામાં આવી રહી છે જે બાબતે વલસાડ જિલ્લાના ખેડૂત મિત્રોને યોગ્‍ય અને સારું વળતર મળી રહે તેવા ઉમદા આશ્રય સાથે વલસાડ જિલ્લાના સાંસદ ડો.કે.સી.પટેલ વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ કિસાન મોરચાના આગેવાન શ્રી રૂપેશભાઈ પટેલ, દ્વારા આ અંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અદયક્ષ શ્રી સી.આર.પાટીલજી સાથે ખેડૂતોના પ્રશ્નો અંગે વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે બાદ ત્‍વરિત ખેડૂતોના હિતમાં શ્રી.સી.આર.પાટીલજી દ્વારા આ અંગે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી નીતિન ગડકરીજી સાથે એમના દિલ્‍હી સ્‍થિત નિવાસસ્‍થાને રૂબરૂ મુલાકાત કરી ખેડૂતોના પ્રશ્નો અંગે ઝીણવટભરી ચર્ચા કરી રજૂઆતો કરી હતી. જેને પગલે આગામી દિવસોમાં ખેડતોના હિતમાં સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં આવશે જેની નીતિનગડકરીજી દ્વારા આશ્વાસન આપવામાં આવ્‍યું હતું.

Related posts

લવાછા રામેશ્વર મહાદેવ મંદિરના રખ રખાવ-સાર સંભાળમાં ટ્રસ્‍ટીઓની નિષ્‍ફળતા સામે ગ્રામજનોએ બાંયો ચઢાવી

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

દાનહ જિ.પં.ની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે દિપક પ્રધાનઃ જાહેર બાંધકામ સમિતિના અધ્‍યક્ષ બનતા વિપુલ ભુસારા

vartmanpravah

સેલવાસ એસ.ટી. ડેપોમાં ઇલેક્‍ટ્રીક બસના ટાયરમાં મહિલા આવી જતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

vartmanpravah

મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થતાં  કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ ભાજપાએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડના અટક પારડી પાસે ગઠીયો પોલીસવાળો છું તેવું કહી બાઈકમાં લિફટ લઈને લેપટોપ સેરવી ગયો

vartmanpravah

Leave a Comment