January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા નેપાળી પરણિતાનો હત્‍યારો ઝડપાયો: હત્‍યા સમયે બ્‍લેડના આધારે પોલીસે ભેદ ઉકેલ્‍યો

પડોસી મહંમદ સલીમએ પરણિતા લક્ષ્મીને અઘટિત માંગણી અંતર્ગત મોતને ઘાટ ઉતારી દીધી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી છરવાડા રમઝાનવાડી સ્‍થિત ગુરુકૃપા બિલ્‍ડીંગમાં બે બાળકીઓ સાથે રહેતી નેપાળી પરણિતાની નિર્મમક્રુર હત્‍યા ગત 14મી જૂને કરાઈ હતી. જેનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. પાડોશમાં રહેતો આરોપી બદ્દઈરાદાને લઈ રાતે પરણિતાના ઘરમાં પ્રવેશ્‍યો હતો. જેમાં તેનો મનસુબો કારગત નહી નિવડતા પરણિતાને નિર્મમ હત્‍યા કરી હતી.
ચકચારી પરણિતા હત્‍યા પ્રકરણની વિગતો મુજબ વાપી છરવાડા રમઝાનવાડીમાં આવેલ ગુરુકૃપા એપાર્ટમેન્‍ટના બીજા માળે પત્‍ની લક્ષ્મી સિંગ બે સંતાનો સાથે રહેતી હતી. પતિ સેલવાસ હોટલમાં નોકરી કરતો હતો. સપ્તાહમાં ઘરે આવતો હતો તેથી એપાર્ટમેન્‍ટમાં ત્રીજા માળે રહેતા મહમદ સલીમ મહમદ હકીમ રાઈન બદઈરાદે રાત્રે પરણિતાના ઘરનો દરવાજો ખખડાવી પ્રવેશ્‍યો હતો અને અઘટિત માંગણી કરી હતી. ઘરેથી બ્‍લેડ લઈને આવ્‍યો હતો અને હત્‍યા કરીને બ્‍લેડ ત્‍યાંજ ફેંકી રાતે નિકળી સવારે કંપનીમાં નોકરીએ જતો રહ્યો હતો. પોલીસે સર્વેલન્‍સ આધારે હત્‍યારા સલીમ મહંમદને બ્‍લેડને આધારે ઝડપી લીધો હતો. કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્‍ડ ઉપર આરોપીને મોકલી આપ્‍યો છે.

Related posts

દાદરા નગર હવેલીમા 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

વાપીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્‍ય રેલી નિકળી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મીડિયા પ્રવક્‍તા મજીદ લધાણીની ઓલ ઈન્‍ડિયા મેમન જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે નિયુક્‍તિ

vartmanpravah

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસદાનો કેલીયા ડેમ 70 ટકા ભરાયો

vartmanpravah

Leave a Comment