પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્રને પણ કરાયેલો ચરિતાર્થ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13
ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુની એનડીએ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી પસંદગીને દમણની દુણેઠા, મરવડ, ઘેલવાડ, સોમનાથ, વરકુંડના સરપંચોએ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારી છે અનેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્રને પણ ચરિતાર્થ કરવામાં આવ્યો છે.