Vartman Pravah
Breaking Newsદમણ

દમણ : શ્રી રાજમાન રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું સમાપન

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ, દમણ ન.પા.પ્રમુખ સોનલબેન પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા, યુવા નેતા વિશાલભાઈ ટંડેલ, સામાજિક આગેવાન સુરેશભાઈ ઓડ સહિત અનેક લોકોએ લીધેલો દર્શનનો લ્‍હાવો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27
નાની દમણ બસ સ્‍ટેન્‍ડ સામે આવેલ શ્રી રાજમાન રાજ રાજેશ્વરી મેલડી માતામંદિરનું પુનઃનિર્માણ, મંદિરમાં કુળદેવી શ્રી ચામુંડા માતાજી, શ્રી મેલડી માતાજી, શ્રી મહાકાળી માતાજી અને અન્‍ય દેવી-દેવતાઓની ત્રણ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ત્રીજા દિવસે વિધિ વિધાન સાથે પૂર્ણ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ ન.પા. પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ભાજપના યુવા નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, સામાજિક આગેવાન શ્રી સુરેશભાઈ ઓડ, પૂર્વ કાઉન્‍સિલર શ્રીમતી કપિલાબેન ઓડ, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ, શ્રીમતી ચંડોક જસવિન્‍દર રંજીત સિંહ અને માતાજીના ભક્‍તોએ માતાજીના દર્શન કરી પૂર્જા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્‍યા હતા તેમજ દાનહ અને દમણ-દીવની સુખ-સમૃદ્ધિની સાથે પ્રદેશવાસીઓના સારા સ્‍વાસ્‍થ્‍ય માટેની લોકમંગલ કામના કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વ્‍યક્‍તિનું સાચું મૂલ્‍યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથી

vartmanpravah

દીવ ખાતે જાયન્‍ટસ ગ્રુપ દીવ દ્વારા નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

Leave a Comment