October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગ તથા વર્કશોપ યોજાયો

જિલ્લામાં કુલ 723 પોલીયો બુથો પર અંદાજીત 1,80,750 બાળકોને પોલીયોનાં ટીપા પીવડાવાશે

બાકી રહી ગયેલા બાળકોને બીજા અને ત્રીજા દિવસે 1146 ટીમ દ્વારા ટીપા પીવડાવવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ જિલ્લામાં આગામી તા.23 થી 25 જૂન 2024 દરમ્‍યાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવશે. જિલ્લાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે.
‘‘નેશનલ ઈમ્‍યુનાઈઝેશન ડે” 23 જૂન 2024 ની કામગીરી અન્‍વયે તા.20/06/2024 નાં રોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને પોલિયો સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા વહિવટી તંત્રના તમામ વિભાગના અધિકારી, કર્મચારીઓ હાજર રહ્યા હતાં.
વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા, સિવિલ હોસ્‍પિટલ, કેમ્‍પસ ખાતેનાં રોજ આગામી 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રીનાં અધ્‍યક્ષસ્‍થાને વર્કશોપ પણ યોજાયો હતો. જેમાં જિલ્લાનાં આરોગ્‍ય શાખાનાં અધિકારીઓ તથા પ્રા.આ.કેન્‍દ્રનાં મેડિકલ ઓફિસરોને પોલીયો દિવસ અંતર્ગતતાલીમ તથા કાર્યક્રમનાં દિવસોમાં કરવાની થતી કામગીરી અંગે વિસ્‍તૃત સમજ આપી માહિતગાર કરવામાં આવ્‍યાં હતા.
પોલીયોનાં આગળનાં દિવસો દરમ્‍યાન માઇક પ્રચાર, પોસ્‍ટરો, બેનરો, રેડિઓ જિંગલ, સોશિયલ મીડિયા દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવશે. જેથી 0 થી 5 વર્ષનું એકપણ બાળક પોલીયોનાં બે અમુલ્‍ય ટીપા પીવાથી વંચિત રહી ન જાય. પોલીયો દિવસ અંગે જિલ્લામાં તમામ આયોજન પુર્ણ કરવામાં આવ્‍યુ છે. જિલ્લામાં કુલ 723 પોલીયો બુથો પર અંદાજીત 1,80,750 જેટલા બાળકોને આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા પોલીયોનાં ટીપા પીવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે આરોગ્‍ય કર્મચારી 1146 ટીમ દ્વારા બાકી રહી ગયેલા બાળકોને ટીપા પીવડાવવામાં આવશે.
જિલ્લામાં ટ્રાન્‍ઝીસ્‍ટ ટીમો દ્વારા બસ ડેપો, રેલ્‍વે સ્‍ટેશનો, હાટ બજારો જેવા જાહેર સ્‍થળોએ પણ પોલીયોનાં બે ટીપા પીવડાવવામાં આવશે. આગામી 23 જૂન રવિવાર પોલીયો દિવસનાં રોજ 0 થી 5 વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બુથ ઉપર જઈ પોતાના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.
-000-

Related posts

દમણ જિ.પં. પ્રમુખ જાગૃતિબેન પટેલ એક્‍શન મોડમાં: ભીમપોર ખાતે તળાવ અને ગૌશાળાનું સીઈઓની ઉપસ્‍થિતિમાં કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

પીપલસેત ખાતે નવનિર્મિત આંગણવાડીના મકાન-નંદઘરનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

ચીખલીના કલીયારીમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લક્‍ઝબરી બસ અને આઈસર ટેમ્‍પો સામસામે ભટકાતા બંને ચાલકના મોત

vartmanpravah

ચીખલી પોલીસે મલવાડાથી દારૂ સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

Leave a Comment