September 8, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા પંચાયતે ચોતરા બેઠક દ્વારા સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા શરૂ કરેલો નવતર પ્રયોગ

  • કડૈયા ગ્રામ પંચાયતના નવી નગરી ખાતે જિલ્લાપંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહન અને બીડીઓ પ્રેમજીભાઈ મકવાણાએ સાંજે યોજેલી ચૌપાલ

  • અગામી ર6મી જાન્‍યુઆરીથી લાગુ થનાર સોલીડ વેસ્‍ટ (હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) ઉપનિયમ-ર021ની બાબતમાં લોકોને જાગૃત કરાયા : સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ શંકરભાઈ પટેલ અને તેમની ટીમે ઉઠાવેલી ભારે જહેમત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28
દમણ જિલ્લા પંચાયતે સ્‍વચ્‍છતા જાળવવા અને કચરાના નિકાલ તથા પ્રબંધન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાંજના સમયે ચૌપાલ(ચોતરા બેઠક)ના નવતર કાર્યક્રમનું આયોજન કડૈયા ગ્રામ પંચાયતથી આજે કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્‍ત માહિતી પ્રમાણે દમણની કડૈયા ગ્રામ પંચાયતના નવી નગરી ખાતે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ ઉપસ્‍થિત રહી કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલની રૂબરૂ ચોતરા બેઠક શરૂ કરી હતી.
આ બેઠકમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અગામી ર6મી જાન્‍યુઆરીથી લાગુ થનાર સોલીડ વેસ્‍ટ(હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) ઉપનિયમ-ર021ની બાબતમાં લોકોને જાગૃત કરાયા હતા. જેમાં કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગેડેબલ વેસ્‍ટ, નોન બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ,જોખમી કચરો, બાયો મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલીશન વેસ્‍ટની બાબતમાં જાગૃત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે પંચાયત વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા પ્રમાણના નિરીક્ષણ માટે ગ્રામ પંચાયત દીઠ બનાવવામાં આવેલા વોટ્‍સએપ ગ્રુપની પણ જાણકારી આપવામાં આવી હતી. આ ગ્રુપમાં સરપંચ, ચૂંટાયેલા સભ્‍યો, બીડીઓ અને પંચાયત સેક્રેટરી સામેલ છે.
ચોતરા બેઠકમાં લોકોને બાયો ડિગ્રેડેબલ, રિ-સાયકલ કચરો, નિર્દિષ્‍ટ જોખમી કચરો, બાયો મેડિકલ કચરાની બાબતમાં જાણકારી આપતા પેમ્‍ફલેટ પણ વિતરીત કરવામાં આવ્‍યા હતા.
લોકોને સ્‍વચ્‍છતા સુવિધાનો ઉપયોગ કરવાની સાથે સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે પણ પ્રેરિત કરાયા હતા.
આ પ્રસંગે ઉપસ્‍થિત અધિકારીઓએ આમ લોકોને જણાવ્‍યું હતું કે, અગામી તા.ર6મી જાન્‍યુઆરી, ર0રર સુધી દમણના દરેક ગામમાં વોર્ડ દીઠ સાપ્તાહિક આવી ચૌપાલ(ચોતરા) બેઠકનું આયોજન કરવામાં આવશે, જેથી જનતાને સોલીડ વેસ્‍ટ (હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) ઉપનિયમ-ર021ની બાબતમાં જાગૃત કરી શકાય અને સ્‍વચ્‍છતાને એક જન ભાગીદારી આંદોલન બનાવી શકાય.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવને સ્‍વચ્‍છ, સુંદર અને હરિયાળુ બનાવવા શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે પ્રદેશના નાગરિકોનેવધુ જવાબદાર બનાવી સ્‍વચ્‍છતા તરફ વાળવા પ્રશાસનિક પ્રયાસો તેજ બન્‍યા છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રશાસકશ્રીની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

દમણમાં મશરૂમની ખેતીથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના આયોજનને મળેલો વધુ વેગ

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

vartmanpravah

Leave a Comment