(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના ટોકરખાડા ગુજરાતી મીડીયમ શાળાના ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે રૂબર્ન ક્લીનટેક કંપની દ્વારા ‘વેસ્ટમાંથી બેસ્ટ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વેસ્ટ મટિરિયલમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી હતી. આ અવસરે રૂબર્ન ક્લીનટેક કંપનીના પ્રતિનિધિ શ્રીમતી રાધા ઝા, શાળાના આચાર્ય શ્રીમતી મનીષાબેન પટેલ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.