October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ઘેજ બીડના અગ્રણી ખેડૂત ચેતનભાઈ પટેલ શેરડીના પાકમાં ડ્રિપ ઇરીગેશન દ્વારા સૌથી વધુ શેરડીના ઉત્‍પાદન માટે રાજ્‍ય સરકારના મંત્રીના હસ્‍તે એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.31
ગુજરાત રાજ્‍ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ઘેજ બીડના અગ્રણી ખેડૂત ચેતનભાઈ પટેલ શેરડીના પાકમાં ડ્રિપ ઇરીગેશન દ્વારા સૌથી વધુ શેરડીના ઉત્‍પાદન માટે રાજ્‍ય સરકારના મંત્રીના હસ્‍તે એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્‍યું હતું.
ઘેજ બીડના પ્રગતિશીલ ખેડૂત અને ગણદેવી સુગરના પૂર્વ ડિરેકટર શ્રી ચેતનભાઈ ગોવિંદભાઇ પટેલ વૈજ્ઞાનિક પધ્‍ધતિથી અન્‍ય ખેડૂતોને પ્રેરણારૂપ ખેતી કરી રહ્યા છે અને શેરડી, સુરણ જેવા પાકોમાં મબલખ ઉત્‍પાદન મેળવી રહ્યા છે.
તાજેતરમાં છેલ્લા વર્ષમાં ટપક પધ્‍ધતિથી સિંચાઈ કરી શેરડીનું હેકટર દીઠ સરેરાશ 242.600 મેટ્રિક ટન જેટલું સૌથી વધુ ઉત્‍પાદન કરતા સાયન સુગરમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્‍ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ રાજ્‍ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ શ્રી ઇશ્વરસિંહ પટેલ, ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ, ગણદેવી સુગરના કાર્યકારી ચેરમેન શ્રી રતીભાઈઉપરાંત રાજ્‍યભરની સુગર ફેક્‍ટરીઓના ચેરમેનો, ડિરેક્‍ટરોની ઉપસ્‍થિતિમાંશ્રી ચેતનભાઈ પટેલને એવોર્ડ આપી સ્‍મળતિભેટ આપી બહુમાન કરવામાં આવ્‍યું હતું.
શ્રી ચેતનભાઈ પટેલે તેમના શ્રેષ્ઠ ખેડૂત માટે સન્‍માન માટે રાજ્‍ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી ખેતીમાં આધુનિક પદ્ધતિ માટે તેઓના પ્રણેતા પિતા ગોવિંદભાઈ પટેલ હોય આ એવોર્ડ સન્‍માન તેમને આભારી હોવાનું ઉમેર્યું હતું.
ઘેજ ગામ સહિત સમગ્ર પંથકમાં ખેડૂત સમાજનું ગૌરવ માટે શ્રી ચેતનભાઈ પટેલને તાલુકા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, પૂર્વ સરપંચ શ્રી વિનોદભાઈ, તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ડી.બી.પટેલ, કિસાન મોરચાના મંત્રી શ્રી હરીશભાઇ પટેલ સહિતના અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

પારડીમાંવાજપેયીજીની 100મી જન્‍મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ પાસેના પૂલ પર શેરડી ભરેલ ટ્રેલરે મારી પલટી

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

સંવિધાનના કારણે જ માનવ અધિકારોનું ઉલ્લંઘન થતા બચ્‍યું છેઃ ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદાર

vartmanpravah

Leave a Comment