October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ આદિવાસી ભવનમાંથી ડોક્‍યુમેન્‍ટ ચોરીના કેસમાં અભિનવ ડેલકર પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠન દ્વારા સંચાલિત આદિવાસી ભવનમાં જૂના દસ્‍તાવેજોની ચોરી કરવાના આરોપ હેઠળ ચાર વ્‍યક્‍તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્‍યારબાદ બીજા પણ 15થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કડીમાં કમિટીના સભ્‍યો અને પ્રદેશના સાંસદના ઘરે અને વાડી પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ એસ.એસ.આર. કોલેજમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ જ કેસમાં આદિવાસી વિકાસ સંગઠનના ઉપ પ્રમુખ અને શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર ગુરુવારના રોજ પોલીસ સ્‍ટેશનમા હાજર થયા હતા જેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનની બરતરફ કરાયેલી મેનેજમેન્‍ટ કમિટી દ્વારા સંવેદનશીલ દસ્‍તાવેજો અને ઇલેક્‍ટ્રોનિક ડિવાઇસિસની ચોરી કરવાની ચેષ્ટા ઉજાગર થતાં ખાનવેલના મામલતદાર અને આદિવાસી વિકાસ સંગઠનના સરકાર દ્વારા નિયુક્‍ત વહીવટદાર ભાવેશ પટેલે આદિવાસી ભવન ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે (1)ગૌરાંગકુમાર કનકસિંહ સુરમા (ઉ.વ.36) રહેવાસી સુંદરવન સોસાયટી પાતલીયા ફળીયા સેલવાસ (2)ઇસલામ અલીરહેમત અલી શેખ (ઉ.વ.40) રહેવાસી ઇન્‍દિરા નગર, સેલવાસ (3)ગોવિંદભાઈ બેલુભાઈ પાડવી (ઉ.વ.54) રહેવાસી વડદેવી ફળિયા માંડવા તા.કપરાડા (સિક્‍યુરીટી ગાર્ડ) (4)કમલેશ રવિયાભાઈ પટેલ (ઉ.વ.51) રહેવાસી સુંદરવન સોસાયટી, સેલવાસ સામે આઇપીસી 379 અને 120બી અંતર્ગત ધરપકડ કરાયેલ અને એની સાથે કેટલાક લોકોના ઘરમાં દસ્‍તાવેજો હોવાના શંકાને આધારે કોર્ટમાંથી સર્ચ ઓર્ડર મેળવ્‍યા બાદ કેસમાં સંડોવાયેલા અન્‍ય લોકોને ત્‍યાં પણ પોલીસ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. સાંસદના બંગલા પર અને એમની સાયલી સ્‍થિત વાડીમાં પોલીસ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું અને એસ.એસ.આર. કોલેજમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું અને ત્‍યાંના અધિકારી-કર્મચારીઓને પણ પૂછપરછ માટે પોલીસ સ્‍ટેશનમાં લાવવામાં આવ્‍યા હતા. આ કેસમાં 15થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે અને ગુરુવારના રોજ સવારે આદિવાસી વિકાસ સંગઠનના ભૂતપૂર્વ ઉપ પ્રમુખ અને શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા હતા. જેની પૂછપરછ માટે એસ.પી. પોતે પોલીસ સ્‍ટેશનમાં પહોંચી ગયા હતા અને પૂછપરછ હાથ ધરી હતી. શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર પોલીસસ્‍ટેશનમાં હાજર થતાં એમના સમર્થકો પણ મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટેશન પર પહોંચી ગયા હતા.

Related posts

આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી સેલવાસ નગરપાલિકાએ હાથ ધરેલી પ્રિમોન્‍સૂન કામગીરી

vartmanpravah

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

vartmanpravah

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલય સહિત જિલ્લામાં ભાજપના 43મા સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

દાનહઃ દૂધની ખાતેની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘‘લાઈફ સ્‍કીલ” થીમ આધારિત વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment