વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: સમગ્ર શિક્ષા આઈ.ઈ.ડી. યુનિટ, વલસાડ દ્વારા વલસાડ બી.આર.સી ભવન ખાતે તા.12 નવેમ્બર થી તા.15 નવેમ્બર સુધી આયોજિત આઈડી/એલ/એમ/એચઆઈ/સીપી દિવ્યાંગ બાળક એસેસમેન્ટ કેમ્પનું જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ધરમપુર તથા કપરાડાના 165 બાળકો વાપી અને ઉમરગામના 48 બાળકો અને વલસાડ તથા પારડીના 177 બાળકોને આવરી લઈ તેમને જરૂરિયાત મુજબના સી.પી.ચેર, વ્હીલ ચેર, ટ્રાયસિકલ, કેલિપર્સ, બ્રેઇલ કીટ, હિયરિંગ એઇડ, એમ.આર.કીટ જેવા સાધનો આપવામાં આવ્યા હતા.