September 7, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબને પટેલે વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરી મહિલાઓને આત્‍મનિર્ભર બનવા આપેલી પ્રેરણા

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારતના સપનાને સાર્થક કરવા સેલ્‍ફ હેલ્‍પ ગૃપના માધ્‍યમથી એનઆરએલએમ દ્વારા થઈ રહેલો પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20
દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલના નેતૃત્‍વમાં આજરોજ મહિલાઓ સેલ્‍ફ હેલ્‍પગૃપમાં જોડાઈ હતી. જેમાં દાભેલ કુંભાર ફળિયા (1) લક્ષ્મી સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપમાં 10 મહિલાઓ (ર) શિવશક્‍તિ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપમાં-10 મહિલાઓ અને મગરવાડા શિવકૃપા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપમાં-1ર મહિલાઓ જ્‍યારે પટલારાના મહાલક્ષ્મી સેલ્‍ફ હેલ્‍પ ગૃપમાં 11 મહિલાઓ જોડાઈ હતી.
આ અવસરે શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે જણાવ્‍યું હતું કે, દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં સ્‍વપ્ન અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સહયોગથી અમે દમણની ધરતી પર બહેનોને આત્‍મનિર્ભર બનાવી પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે અને બહેનોનો ઉત્‍સાહ જોઈ તેમણે ખુશી વ્‍યક્‍ત કરી હતી.
શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, બહેનો હવે આત્‍મનિર્ભર બનવા માટે જાગૃત બની રહી છે અને ઘરની બહાર નિકળી તાલીમ લઈ પોતાની પ્રતિભાને પણ નિખારવા જઈ રહી છે જે માટે હું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ પ્રશાસનની ટીમનો તેમજ પાર્ટીના પ્રમુખ તેમજ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરનો આભાર વ્‍યક્‍ત કરું છું. તેમણે એનઆરએલએમ ટીમનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
હવે બહેનો મશરૂમ, પાપડ, આચાર, પાપડ પેકેજીંગ, સિવણ જેવી વિવિધ તાલીમ લઈ પોતાની પ્રતિભાને ખિલવી આત્‍મનિર્ભર બની સમાજ તેમજ દેશના વિકાસમાં પોતાનો ફાળોઆપશે.

Related posts

ચીખલીનાવાંકલ-મોખાથી લઈને વજીફા ગામ સુધી દીપડાના આંટાફેરા છતાં વન વિભાગ દ્વારા માત્ર ત્રણ જ નાઈટ કેમેરા લગાવાયા

vartmanpravah

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

vartmanpravah

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

નમો મેડીકલ કોલેજ સેલવાસના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

દુનિયાભરમાં નવીનતમ SARS-Cov-2 (Omicron) કેસોના નવા સ્વરૂપોના રિપોર્ટને ધ્યાનમાં રાખીને ભારત આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સંશોધિત દિશાનિર્દેશ જારી કરે છે

vartmanpravah

Leave a Comment