October 15, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

  • સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની રાષ્‍ટ્રીય સ્‍તરે ફરી એકવાર તેજસ્‍વી બનેલી ઝલક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ડિજીટલ ઈન્‍ડિયા’ અભિયાન હેઠળ દેશમાં સરકારી સેવાઓને ડિજીટલ રૂપમાં સશક્‍ત બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આ અભિયાનને વેગ આપવા માટે દાદર નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનામાર્ગદર્શનમાં સેલવાસ નગર પાલિકા દ્વારા ફરિયાદ નિવારણ પ્રણાલીનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું અને ડિપાર્ટમેન્‍ટ ઓફ ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી (આઈ.ટી.) અને નેશનલ ઈન્‍ફાર્મેટિક્‍સ સેન્‍ટર (એન.આઈ.સી.) દ્વારા સંકલિત કોવિડ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ બનાવવામાં આવી છે .
વધુ મળતી માહિતી અનુસાર તા.07/01/2022ના મિનિસ્‍ટ્રી ઓફ પર્સનલ, પબ્‍લિક ગ્રીવએન્‍સેસ એન્‍ડ પેન્‍શન, ન્‍યુ દિલ્‍હી દ્વારા આયોજીત 24માં નેશનલ એવોર્ડસ ફોર ઈ-ગર્વનન્‍સ ર0ર1 દ્વારા સેલવાસ નગર પાલિકાના ફરિયાદ નિવારણ પ્રણાલી પ્રોજેક્‍ટને ‘એક્‍સેલેન્‍સ ઈન ડીસ્‍ટ્રીક્‍ટ લેવલ ઈનીટીએટીવ ઇન ઈ-ગવર્નન્‍સ’ કેટેગરીમાં નેશનલ એવોર્ડ ફોર ઈ-ગવર્નન્‍સ 2020-2021 (ગોલ્‍ડ)થી પુરુસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા અને ડિપાર્ટમેન્‍ટ ઓફ આઈટી એન્‍ડ એન આઈ સીટીના ઈન્‍ટીગ્રેટેડ કોવિડ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ પ્રોજેક્‍ટને યુઝ ઓફ આઈસીટી ઈન ધ મેનેજમેન્‍ટ ઓફ કોવિડ-19 કેટેગરીમાં નેશનલ એવોર્ડ ફોર ઈ-ગર્વનન્‍સ 2020-2021 (ઈલ્‍વર) થી પુરુસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન, સેલવાસ નગર પાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં અને સેલવાસ નગર પાલિકાના પૂર્વ મુખ્‍ય અધિકારી શ્રી મોહિત મિશ્રાના નેતૃત્‍વમાં ફરિયાદ નિવારણ પ્રણાલીની રચનાકરવામાં આવી હતી. પરંતુ આ પ્રણાલીને હાલના સેલવાસ નગર પાલિકાના મુખ્‍ય અધિકારી શ્રીમતી ચાર્મી પારેખ દ્વારા આ સિસ્‍ટમનો ઉપયોગ કરી વધુ સારી બનાવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમ કે સિલવાસા નગરપાલિકામાં પણ તમામ ફરિયાદો પોસ્‍ટ દ્વારા નોંધવામાં આવતી હતી. જ્‍યાં એક તરફ આ ફરિયાદો સંબંધિત અધિકારી સુધી પહોંચવામાં 2 થી 3 દિવસનો સમય લાગતો હતો. ફરિયાદોનો સમયસર નિકાલ ન થવો, સમસ્‍યાના નિરાકરણ માટે નગરપાલિકાની વારંવાર મુલાકાત લેવી, કર્મચારીઓની અસરકારકતાનું કોઈ મૂલ્‍યાંકન નહીં જેવી ઘણી સમસ્‍યાઓ યોગ્‍ય ‘ફરિયાદ નિવારણ પ્રણાલી’ ન હોવાનું સીધું પરિણામ હતું. આ સમસ્‍યાઓને દૂર કરવા માટે, સેલવાસ નગરપાલિકાએ રિસ્‍પોન્‍સિટી ટીમની મદદથી ફરિયાદ નિવારણ સિસ્‍ટમ બનાવી છે. 6ઠ્ઠી ડિસેમ્‍બર 2018થી અસ્‍તિત્‍વમાં આવેલી આ નવી સિસ્‍ટમ એટલી વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અને એટલી અસરકારક છે કે અગાઉની અંદાજિત 276 પેપર ફરિયાદોને બદલે વાર્ષિક આશરે 1344 ફરિયાદો નોંધ્‍યા પછી પણ મોટાભાગની ફરિયાદો નિર્ધારિત સમયમર્યાદામાં નિવારવામાં આવે છે. સેલવાસમાં તમામ મકાનો અને મિલકતો પર ઇઝી સિટી કોડને ટેપ કરીને અથવા સ્‍કેન કરીને ફરિયાદો નોંધાવી શકાય છે.
એટલું જ નહીંપરંતુ નાગરિક પોતાની પસંદગીની ભાષાનો ઉપયોગ કરીને ફરિયાદ પણ નોંધાવી શકે છે. ફરિયાદનો ફોટો સીધો અપલોડ કરી શકાય છે. ફરિયાદ નોંધાયા પછી તરત જ, ફરિયાદીને એસએમએસ દ્વારા રીયલ ટાઈમ કન્‍ફર્મેશન તેમજ સંબંધિત કર્મચારીનો મોબાઈલ નંબર મળે છે. જીઓ ટેગીંગ, ઈઝી સિટી કોડ અને સ્‍વભાવિક અને સહજ ઈન્‍ટરફેસનો ઉપયોગ કરીને આ નવી ફરિયાદ નિવારણ પ્રણાલીએ નાગરિકોની સુવિધાઓ સુધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્‍યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વિભાગોમાં સમન્‍વય અને જનતાને ઓનલાઈન સુવિધાઓ પ્રદાન કરવા માટે શ્રી દાનિશ અસરફ, સચિવ આઈ.ટી.વિભાગના નેતૃત્‍વમાં સૂચના પ્રોદ્યોગિકી અને એન.આઈ.સી. દ્વારા વિકસીત કરવામાં આવેલા આઈસીએમએસ(ઈન્‍ટીગ્રેટેડ કોવિડ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ)ને રજત પુરસ્‍કાર પ્રદાન કરવામા઼ આવ્‍યો છે. જે અંતર્ગત લગભગ 7.5 લાખ લોકોને વિવિધ ઓનલાઈન સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અને વિભાગોનું નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું અને લોકડાઉન દરમિયાન એક પણ કેસ એવો નહતો કે જેમાં આ આસીએમએસના મોનિટરિંગની મોટી ભૂમિકા હોય છે.
નોંધનીય છે કે આઈ.ટી. વિભાગને 231 અરજદારોની સ્‍પર્ધામાં આ એવોર્ડ મળ્‍યો છે. સિસ્‍ટમમાં 8 જુદા જુદામોડ્‍યુલનો સમાવેશ થાય છે, જેમ કે નાગરિકો માટે ઈ-પાસ, ઔદ્યોગિક કામદારો માટે ઈ-પાસ, ઔદ્યોગિક કામદારોની વિગતો, સ્‍વયંસેવકોની નોંધણી, પીડીએસ, દુકાનો, ચાલ અને હેલ્‍થ ટ્રેકર. તમામ પોર્ટલ તમામ વય જૂથો માટે વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અને અનુકૂળ બનાવવામાં આવ્‍યા હતા. જેના ઉપયોગને કારણે, કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસન વિવિધ મોડ્‍યુલ/પોર્ટલ દ્વારા પ્રાપ્ત ઇનપુટ્‍સના આધારે યોગ્‍ય પગલાં લઈને કોવિડ 19 ના કેસોને ઘટાડવામાં સક્ષમ રહ્યું છે.
આ ફરિયાદ નિવારણ પ્રણાલી અને આસીએમએસ ભારત સરકારની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઈ-ગવર્નન્‍સ નીતિઓને સફળ બનાવવા માટે યોગદાન આપી રહ્યા છે. આ નવી પહેલ અને તેની વિશેષતાઓને ધ્‍યાનમાં રાખીને, સેલવાસ નગરપાલિકાની ફરિયાદ નિવારણ પ્રણાલી પ્રોજેક્‍ટ અને આઈસીએમએસને મિનિસ્‍ટ્રી ઓફ પર્સનલ, પબ્‍લિક ગ્રીએવન્‍સીસ એન્‍ડ પેન્‍શન, નવી દિલ્‍હી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો છે.

Related posts

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

vartmanpravah

‘રોબોટિક્‍સ મહોત્‍સવ’ હેઠળ ‘રોબોટેક્‍સ ઈન્‍ટરનેશનલ ચેમ્‍પિયનશિપ-2024’માં ભાગ લેવા સંઘપ્રદેશ શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પાંચ વિદ્યાર્થીઓ તાલીન પહોંચ્‍યા

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment