શાળાના બાળકોને પેન, પેન્સિલ, રબર, શાર્પનર, અને ચોકલેટનું વિતરણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07
આજરોજ વૈદિક ડેન્ટલ કોલેજના પ્રમુખ પદ્મશ્રી ડો.એસ.એસ.વૈશ્યના જન્મદિવસ નિમિત્તે ઉદવાડા ટાઉન ખાતે આવેલ પી.પી.મિષાી હાઈસ્કૂલ ખાતે ડેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી વૈશ્યએ પણ આ સ્કૂલમાં ધો.11 સુધી અભ્યાસ કર્યો હતો.
પ્રદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્યએ જણાવ્યું હતું કે, મને આ શાળામાંથી શિક્ષણ, સંસ્કૃતિ અને વર્તન જેવી દરેક વસ્તુ પ્રાપ્ત થઈ છે. તેથી આજે હું અહી ડેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરી કેટલીક વસ્તુઓ પરત કરી રહ્યો છું. જેમાં 131 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી અને સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું આ શાળાના ચેરમેન શ્રી ભવંત પટેલ અને શાળાના મેનેજમેન્ટનોઆભાર માનું છું.
આ અવસરે વૈદિક ડેન્ટલ કોલેજના ડીન અને સ્ટાફ અને ટીચિંગ ફેકેલ્ટી દ્વારા કેક કટીંગ સેરેમનીનું આયોજન કરી પદ્મશ્રી ડો. વૈશ્યને તેમના 75માં જન્મ દિવસ નિમિત્તે, સ્વસ્થ અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. શાળાના બાળકોને પેન, પેન્સિલ, રબર, શાર્પનર, અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંતે ડો. એસ.એસ.વૈશ્યએ કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કાર્યક્રમનું ટૂકમાં સમાપન કરી દરેકને સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સલાહ આપી હતી.