October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અન્‍ય ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતનો સૌથી ઊંચો પાણી દર હોવાથી ઉદ્યોગકારોમાં કચવાટ

પાંડેસરા 1 હજાર લીટરનો દર 32 રૂા., સચીનમાં 44.60 રૂા. તો વાપીમાં 64 રૂા. હજાર લીટરનો ભાવ વસુલાઈ રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ગુજરાત રાજ્‍યમાં આવેલ 180 ઉપરાંત ઔદ્યોગિક વસાહતોમાં જી.આઈ.ડી.સી. દ્વારા પાણી દર અલગ અલગ વસુલાત થઈ રહ્યો છે તેમાં પણ વાપી જીઆઈડીસીમાં પાણીનો દર અન્‍ય જીઆઈડીસી કરતા 10 થી 30 રૂા. જેટલો પ્રતિ હજાર લીટર દીઠ ઊંચો વસુલાત થઈ રહ્યો હોવાને લીધે વસાહતના ઉદ્યોગકારોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
ગત શનિવારે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોની સરસાણામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મીટિંગ યોજાઈ હતી. જેમાં ઉદ્યોગોના પ્રશ્નો, પડતર પ્રશ્નોની વિશદચર્ચા અને રજૂઆત થઈ હતી. જેમાં પાંડેસરા વસાહતમાં 1 હજાર લીટર પાણીનો દર 32 રૂા. છે. જ્‍યારે સચીનમાં પ્રતિ હજાર લીટરે 44.60 નો ભાવ હોવા છતાં પણ પ્રશ્ન ઉઠયો હતો. જ્‍યારે વાપી જીઆઈડીસીમાં પાણીનો ભાવ પ્રતિ હજાર લીટરે 64 રૂા. એટલે અસમાન દરો અંગેની ચર્ચા થવી જોઈતી હતી અને સમાંતર દર હોવાનો કચવાટ વાપીના ઉદ્યોગકારોને હજુ આજે પણ છે. આ બાબતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીના ઉદ્યોગકારોના હિતમાં સરકારમાં પાણી દરનો મુદ્દો ઉઠાવવો રહ્યો તેવું ઉદ્યોગકારો ઈચ્‍છી રહ્યા હતા.

Related posts

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પાસે વરના ગાડીનું શીર્ષાસન: ચાલાક અને ગાડીમાં સવાર અન્‍યનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વાપીની રંગોલી અને વલસાડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં ગેરરીતિ ઝડપાતા ખાદ્ય વિભાગે કરેલી કાર્યવાહી

vartmanpravah

સેલવાસ-નરોલી ચાર રસ્‍તા નજીક અચાનક તૂટી પડેલું લીમડાનું ઝાડ

vartmanpravah

વાપી જીઆઈડીસી પોલીસમાં એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી 31 વર્ષે ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણીના સુચારૂં આયોજન માટે બેઠક મળી

vartmanpravah

Leave a Comment